PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન

વડાપ્રધાન મોદી દ્વારા દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવો લક્ષ્યાંક મુકવામાં આવ્યો અને તેને પ્રાપ્ત કરવા માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે

PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન

પુણે : વડાપ્રધાન મોદી મંગળવારે મહારાષ્ટ્રમાં આશરે 41 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચે બનનાર રહેણાક અને માળખાગત યોજનાઓનો શુભારંભ કરશે. મંગળવારે સવારે મુંબઇ પહોંચતાની સાથે જ વડાપ્રધાન સૌ પ્રથમ એક ટીવી ચેનલનાં કાર્યક્રમમાં પહોંચસે અને ત્યાર બાદ રાજભવનમાં એક પુસ્તક ટાઇમલેસ લક્ષ્મણનું વિમોચન કરશે. ત્યાર બાદ મોદી ઠાણે જિલ્લામાં થાણે-ભિવંડી કલ્યમાણ મેટ્રો રેલમાર્ગ - 5 અને દહીસર-મીરા- ભયંદર મેટ્રો માર્ગ-9નો શિલાન્યાસ કરશે. 

ઉપરાંત મોદી નવી મુંબઇ શહેરી નિયોજન નિગમ અને મહારાષ્ટ્ર ઓદ્યોગિક વિકાસ નિગમની રહેણાંક યોજનાનો શુભારંભ કરશે. તેમાં વડાપ્રધાન આવસા યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચે 89,117 મકાનોની વિશાળ ટાઉનનું નિર્માણ કરવામાં આવનાર છે.આ અનોખો પ્રોજેક્ટ હશે જેમાં એખ સાથે જ 89 હજારથી પણ વધારે મકાન બનશે અને લાભાર્થીઓને સોંપાશે. 

મંગળવારે મોદી પુણે પણ જશે. અહીં તેઓ હિંજેવાડી અને શિવાજીનગરની વચ્ચે પ્રસ્તાવીત ત્રીજી મેટ્રો લાઇનનો શિલાન્યાસ કરશે. આ યોજનાને લાગુ પુણે નગરનિગમ ક્ષેત્રીય વિકાસ નિગમ નવી મેટ્રો નીતિ હેઠળ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કરી રહ્યું છે. 

ઠાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો રેલમાર્ગ -5ની અંદાજીત ખર્ચની રકમ 8416 કરોડ રૂપિયા છે. 24.9 કિલોમીટર લાંબા આ માર્ગ પર 17 સ્ટેશન હશે. સમગ્ર પ્રણાલી 6 કોચની મેટ્રો રેલ અનુસાહ તૈયાર કરવામાં આવશે. 2021 સુધી આ માર્ગથી 2.29 લાખ લોકોનો રોજિંદી મુસાફરી કરે તેવી શક્યતા છે. 

દહીસર-મીરા- ભયંદર મેટ્રો રેલમાર્ગ-9 આશરે 10 કિલોમીટર લાંબો હશે. તેમાં 8 સ્ટેશન હશે. તેનો અંદાજીત ખર્ચ 6607 કરોડ રૂપિયા છે. આ માર્ગ 2022 સુધીમાં બનીને તૈયાર થઇ જવાનો અંદાજ છે. આ યોજનાઓનાં નિર્માણ મુંબઇ નગર નિગમ અને ક્ષેત્રીય વિકાસ નિગમ કરશે. જ્યારે હિંજેવાડીથી શિવાજીનગરની વચ્ચેનો મેટ્રો લાઇનની લંબાઇ 23 કિલોમીટર હશે અને તેનો અંદાજીત ખર્ચ 8313 કરોડ રૂપિયા છે. મોદી મંગળવારે રાત્રે જ પુણેથી દિલ્હી માટે રવાનાં થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news