ખેલાડીઓને ઈજા, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આઈપીએલ પર ફોડ્યું ઠીકરું
કોરોના મહામારીને કારણે આ વખતે આઈપીએલ 2020નું આયોજન સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે યૂએઈમાં કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ ટૂર્નામેન્ટ એપ્રિલ-મેમાં ભારતમાં રમાતી હોય છે. આઈપીએલ બાદ ભારતના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે તો ઓસ્ટ્રેલિયા પણ ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
Trending Photos
બ્રિસબેનઃ હાલના ઓસ્ટ્રેલિયા (India vs Australia)ના પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત થઈને સિરીઝમાંથી બહાર થઈ ચુક્યા છે. સતત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાથી ભારતીય ટીમ ખુબ ચિંતિત છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને કેએલ રાહુલ તો ઈજાને કારણે પહેલા જ બહાર થઈ ચુક્યા છે. હવે આ યાદીમાં જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ થઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર (David Warner) પ્રથણ બે ટેસ્ટ રમી શક્યો નહીં. યજમાન ઓસ્ટ્રેલિય ટીમના કોચ જસ્ટિન લેંગરનું કહેવુ છે કે ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનું મુખ્ય કારણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) છે.
લેંગરને આઈપીએલ (IPL 2020) પસંદ છે પરંતુ તેમણે પાછલી સીઝનના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, હાલની સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના આટલા ક્રિકેટરોના ઈજાગ્રસ્ત થવામાં આ લીગનું પણ યોગદાન છે. કોરોના મહામારીને કારણે આઈપીએલ 2020 સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે યૂએઈમાં રમાઈ હતી.
સામાન્ય રીતે એપ્રિલ-મેમાં થાય છે આઈપીએલ
સામાન્ય રીતે તે એપ્રિલ મેમાં ભારતમાં યોજાઈ છે. આઈપીએલ બાદથી ભારતના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહી છે. લેંગરે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યુ, 'આ સીઝનમાં ઈજાગ્રસ્તોની યાદી લાંબી છે. મને લાગે છે કે આઈપીએલ 2020ની ટાઇમિંગ યોગ્ય નહતી. ખાસ કરીને આટલી મોટી સિરીઝ પહેલા તો ક્યારેય નહીં.'
મને આઈપીએલ પસંદ છે
લેંગરે પરંતુ આઈપીએલની પ્રશંસા કરતા કહ્યુ, 'મને આઈપીએલ પસંદ છે. આ તે રીતે છે જેમ મારા યુવાનીના દિવસમાં કાઉન્ટી ક્રિકેટ હતું. કાઉન્ટી રમીને ક્રિકેટ કૌશલ્યનો વિકાસ થતો હતો અને હવે આઈપીએલથી સીમિત ઓવરોની રમતમાં નિખાર આવી રહ્યો છે. પરંતુ આ વખતે સમય યોગ્ય નહતો. બન્ને ટીમોમાં કેટલા ખેલાડી ઈજાગ્રસ્ત છે જે લીગની પણ અસર હોઈ શકે છે. મને વિશ્વાસ છે કે તેની સમીક્ષા કરવામાં આવશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે