SA vs IND: ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોને મળી તક
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ 21 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડીન એલ્ગર ટીમનો કેપ્ટન રહેશે, જ્યારે ટમ્બા બવુમા વાઇસ કેપ્ટન હશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા 17 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તેને રિશેડ્યૂલ કરી 26 ડિસેમ્બરથી કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ 16 ડિસેમ્બર આસપાસ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. 21 સભ્યોની ટીમમાં સિસાંડા મગાલા અને રેયાન રિકેલ્ટનને પ્રથમવાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. ટીમમાં ડુએન ઓલિવિએરને પણ સ્થાન મળ્યું છે, જેણે પોતાની છેલ્લી ટેસ્ટ 2019માં રમી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ
ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બવુમા, ક્વિન્ટન ડિકોક, કગિસો રબાડા, રસેલ એર્વી, બ્યૂરેન હેન્ડ્રિક્સ, જોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એનગિડી, એડેન માર્કરમ, વિયાન મલ્ડર, એનરિક નોર્ત્જે, કીગન પીટરસન, રેસી વાન ડર ડસન, કાઇલ વેરેને, માર્કો જેનસેન, ગ્લેંટન સ્ટરમેન, પ્રેનેલેન સુબ્રાયન, સિંસાડા મગાલા, રેયાન રિકેલ્ટન, ડુએન ઓલિવિએર.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ નીચે મુજબ છે:-
પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય-1.30 PM (ભારતીય સમય)
બીજી ટેસ્ટ- જાન્યુઆરી 03-07, જોહાનિસબર્ગ, સમય-1.30 કલાક (ભારતીય સમય)
ત્રીજી ટેસ્ટ- 11-15 જાન્યુઆરી, કેપ ટાઉન, સમય-2.00 PM (ભારતીય સમય)
ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીનું શેડ્યૂલ
1લી ODI - 19 જાન્યુઆરી, પાર્લ, સમય - 2.00 PM
2જી ODI - 21 જાન્યુઆરી, પાર્લ, સમય - બપોરે 2.00 વાગ્યે
ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન, સમય - બપોરે 2.00 કલાકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે