T20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા, સામે આવ્યો કાર્યક્રમ

ભારતના ન્યૂઝીલેન્ડના પ્રવાસની શરૂઆત 18 નવેમ્બરથી થશે, તો અંતિમ મુકાબલો 30 નવેમ્બરે રમાશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ ટી20 અને ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. 

T20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા, સામે આવ્યો કાર્યક્રમ

નવી દિલ્હીઃ India Tour of New Zealand 2022 Full Schedule: વર્ષ 2022માં ભારતીય ટીમનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત રહેવાનો છે. ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયા વિદેશ પ્રવાસ કરવાની છે, તો આ વૈશ્વિક ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. મંગળવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઘરેલૂ શેડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં ભારત વિરુદ્ધ લિમિટેડ ઓવરની સિરીઝ પણ છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત 18 નવેમ્બરથી થશે તો અંતિમ મુકાબલો 30 નવેમ્બરે રમાશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. 

ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ આ પ્રકારે છે
પ્રથમ ટી20- 18 નવેમ્બર
બીજી ટી20- 20 નવેમ્બર
ત્રીજી ટી20- 22 નવેમ્બર
પ્રથમ વનડે- 25 નવેમ્બર
બીજી વનડે- 27 નવેમ્બર
ત્રીજી વનડે- 30 નવેમ્બર

ટી20 વિશ્વકપ 2022ની તૈયારીઓ માટે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ત્રિકોણીય સિરીઝનું આયોજન કરવાનો પણ નિર્ણય કર્યો છે. ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રિકોણીય સિરીઝનું આયોજન થશે. આ સિરીઝની શરૂઆત 7 ઓક્ટોબરથી થશે, તો ફાઇનલ 14 ઓક્ટોબરે રમાશે. 

ભારત વિરુદ્ધ નવેમ્બરમાં લિમિટેડ ઓવરની સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ સીધી 2023 ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારબાદ કીવી ટીમે શ્રીલંકાની યજમાની કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news