ICC U19 world cup: પ્રિયમ ગર્ગની આગેવાનીમાં પાંચમી વાર વિશ્વ વિજેતા બનવા ઉતરશે ભારત

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પાંચમી વાર ટાઇટલ જીતવાનું દાવેદાર છે, જેની પાસે કેપ્ટન પ્રિયમ ગર્ગ સહિત છ ખેલાડી એવા છે, જે સીનિયર ક્રિકેટમાં રમી ચુક્યા છે. ભારતીય ટીમમાં સામેલ યશસ્વી જાયસવાલ, પ્રિયમ ગર્ગ, રવિ બિશ્નોઈ અને કાર્તિક ત્યાગીને તો આઈપીએલની હરાજીમાં પણ મોટી રકમ મળી છે. 

ICC U19 world cup: પ્રિયમ ગર્ગની આગેવાનીમાં પાંચમી વાર વિશ્વ વિજેતા બનવા ઉતરશે ભારત

કેપટાઉનઃ પોતાના ભવિષ્યના સપનાને સાકાર કરવા માટે વિશ્વની 16 ટીમોના યુવા ખેલાડી શુક્રવારથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ રહેલા અન્ડર-19 વિશ્વકપમાં રમવા ઉતરશે. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પાંચમી વાર ટાઇટલ જીતવાનું દાવેદાર છે, જેની પાસે કેપ્ટન પ્રિયમ ગર્ગ સહિત છ ખેલાડી એવા છે, જે સીનિયર ક્રિકેટમાં રમી ચુક્યા છે. ભારતીય ટીમમાં સામેલ યશસ્વી જાયસવાલ, પ્રિયમ ગર્ગ, રવિ બિશ્નોઈ અને કાર્તિક ત્યાગીએ તે ન ભૂલવું જોઈએ. જેને આઈપીએલમાં મોટી રકમથી ખરીદવામાં આવ્યા છે. 2008માં કોહલીની આગેવાનીમાં ટાઇટલ જીત્યા બાદ ભારતીય ટીમનો અન્ડર-19 વિશ્વકપમાં દબદબો રહ્યો છે. 

પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ ભવિષ્યના સિતારા પોતાની રમતથી બધાનો પ્રભાવિત કરશે તો જાપાન અને નાઇઝીરિયા જેવી ટીમોની પાસે પ્રથમવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની છાપ છોડવાની તક હશે. જાપાનને ગ્રુપ-એમાં ભારત, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સાથે રાખવામાં આવ્યું છે. પરંતુ જાપાની ટીમમાં તુષાર ચતુર્વેદી, યુગાંધર રેથારેકર, ઇશાન ફર્ટયાલ, દેબાશીષ સાહુ જેવા દક્ષિણ એશિયન ખેલાડી છે, તો કાજૂમાશા તાકાહાશી, માસાતો મોરિતા અને શૂ નોગુચી જેવા જાપાની ખેલાડી પણ સામેલ છે. 

નાઇઝીરિયાની ટીમને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની સાથે મુશ્કેલ ગ્રુપમાં રાખવામાં આવી છે. તેની પાસે સ્લિવેસ્ટર ઓક્પે, ઓચ્હે બોનીફેસ, ઇફેઆનયીચુક્વૂ ઇબોહ અને ઓલાઇન્કા ઓલાયેલે જેવા ખેલાડી છે. 

ટૂર્નામેન્ટની શરૂઆત યજમાન દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે કિંબર્લેમાં શુક્રવારે રમાનારા મુકાબલાની સાથે થશે. ત્યારબાદ શનિવારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ ટકરાશે. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ઘણા ખેલાડી એવા છે, જે સીનિયર સ્તર પર ક્રિકેટ રમી ચુક્યા છે. તેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ડેથ ઓવર નિષ્ણાંત બોલર ઇયાન હાર્વેનો ભત્રીજો મૈકેન્ઝી હાર્વે સામેલ છે, જે બે લિસ્ટ-એ અને 13 ટી20 મેચ રમી ચુક્યો છે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમમાં બેન ચાર્લ્સવર્થ જેવા અનુભવી ખેલાડી છે, જે 11 પ્રથમ શ્રેણીના મુકાબલા રમી ચુક્યો છે. 

ભારતીય ટીમઃ પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવ ચંદ જુરેલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર, કુમાર કુશાગ્ર (વિકી), સુશાંત મિશ્રા અને વિદ્યાધર પાટિલ. 

અત્યાર સુધી અન્ડર-19 વિશ્વ વિજેતા કેપ્ટન

વર્ષ, કપ્તાન, દેશ

1998, ઓવેશ શાહ, ઇંગ્લેંડ

2000, મુહમ્મદ કૈફ, ભારત

2002, કેમેરોન વ્હાઇટ, ઓસ્ટ્રેલિયા

2004, ખાલિદ લતીફ, પાકિસ્તાન

2006, સરફરાઝ અહેમદ, પાકિસ્તાન

2008, વિરાટ કોહલી, ભારત

2010, મિશેલ માર્શ, ઓસ્ટ્રેલિયા

2012, ઉનમુક્ત ચાંદ, ભારત

2014, એડેન માર્કરામ, દક્ષિણ આફ્રિકા

2016, શિમરોન હેટ્મિઅર, વેસ્ટ ઇન્ડીઝ

2018, પૃથ્વી શો, ભારત

વિશ્વ કપ ગ્રુપઃ 

ગ્રુપ-એ: ભારત, જાપાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા

ગ્રુપ-બી: ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નાઇજીરીયા અને વેસ્ટ ઇન્ડીઝ

ગ્રુપ-સી: બાંગ્લાદેશ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે

ગ્રુપ-ડી: અફઘાનિસ્તાન, કેનેડા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ

ભારતના ગ્રુપ મુકાબલા

તારીખ, વિરુદ્ધ, સમય

19 જાન્યુઆરી, શ્રીલંકા, બપોરે 1:30 વાગ્યે

21 જાન્યુઆરી, જાપાન, બપોરે 1:30 વાગ્યે

24 જાન્યુઆરી, ન્યુઝીલેન્ડ, બપોરે 1:30 વાગ્યે

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news