CWG 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કર્યો ગોલનો વરસાદ, કેનેડાને 8-0થી હરાવ્યું

Commonwealth Games 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોમનલેલ્થ ગેમ્સમાં પોતાના ત્રીજા મુકાબલામાં કેનેડાને 8-0થી પરાજય આપ્યો છે. 

CWG 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કર્યો ગોલનો વરસાદ, કેનેડાને 8-0થી હરાવ્યું

બર્મિંઘમઃ ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કેનેડા વિરુદ્ધ 8-0થી શાનદાર જીત મેળવી છે. બુધવારે રમાયેલા મુકાબલામાં ભારતે હાફ ટાઈમ સુધી 4-0ની લીડ બનાવી લીધી હતી અને બીજા હાફમાં 4 ગોલ કરી કેનેડાને 8-0થી કારમો પરાજય આપ્યો હતો. આ જીત બાદ ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ સાથે ફિનિશ કરવાનું લગભગ નક્કી છે. ઈંગ્લેન્ડે આ પૂલમાં ગ્રુપમાં ટોપ કરવા માટે પોતાની છેલ્લી મેચ 12-0ના અંતરથી જીતવી પડશે. ઈંગ્લેન્ડ જો આ અંતરથી જીત ન મેળવી શકે તો ભારતીય ટીમ ટોપ કરશે. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતના 23 ગોલ થઈ ચુક્યા છે, જ્યારે ઈંગ્લેન્ડે અત્યાર સુધી 14 ગોલ કર્યા છે. 

ભારત તરફથી આ ખેલાડીઓએ કર્યા ગોલ
 5' હરમનપ્રીત (1-0)
 10' અમિત (2-0)
 20' લલિત (3-0)
 27' ગુરજીત (4-0)
 38' આકાશદીપ (5-0)
 56' મનપ્રીત (6-0)
 58' મનદીપ (7-0)
 60' આકાશદીપ (8-0)

બોક્સિંગ, જૂનોમાં ભારતના મેડલ પાક્કા
ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. ભારતના બે બોક્સર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી સેમીમાં સ્થાન મેળવ્યું છે. તો મહિલા બોક્સર નીતૂ ધનધસે 48 કિલો વર્ગના સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. એટલે કે ભારતના બે મેડલ પાક્કા થઈ ગયા છે. 

જૂડોમાં પણ ભારતનો મેડલ પાક્કો
જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં ભારતનો મેડલ પાક્કો થઈ ગયો છે. તુલિકા માને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો તે જીતશે તો ગોલ્ડ અને હારશે તો ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવશે. 

ભારતીય મહિલા હોકી ટીમ સેમીમાં
મહિલા હોકીમાં ભારતે કરો યા મરો મુકાબલામાં જીત મેળવી લીધી છે. આ સાથે ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે કેનેડાને રોમાંચક મુકાબલામાં 3-2થી પરાજય આપ્યો છે. ભારતીય મહિલા ટીમની નજર હવે મેડલ જીતવા પર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news