IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિ
T20 World Cup 2024 Final: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાં એક એવી સિદ્ધિ મેળવી છે, જે પહેલા માત્ર 1 બેટ્સમેન કરી શક્યો હતો.
Trending Photos
IND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ મેચની શરૂઆતમાં જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ બંને ખેલાડીઓએ T20I ક્રિકેટમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલા માત્ર એક જ બેટ્સમેન કરી શક્યો હતો.
રોહિત-વિરાટે એકસાથે રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલી આ મેચમાં ત્રણ બોલનો સામનો કરીને T20I ક્રિકેટમાં 3000 બોલ રમનાર બીજો બેટ્સમેન બન્યો. જ્યારે, રોહિત શર્મા આ મેચમાં 2 બોલ રમીને T20I ક્રિકેટમાં 3000 બોલ રમનાર ત્રીજો બેટ્સમેન બન્યો. તમને જણાવી દઈએ કે, આ પહેલા માત્ર બાબર આઝમ જ T20I ક્રિકેટમાં 3000 બોલ રમી શક્યા હતા. હવે આ યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ સામેલ થઈ ગયું છે. જો કે આ મેચમાં રોહિત શર્મા મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. તે 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ યાદીમાં નીકળી ગયું સૌથી આગળ
તમને જણાવી દઈએ કે, આ 8મી વખત છે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ICC ટૂર્નામેન્ટની ફાઈનલ રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટના ઈતિહાસમાં તેમનાથી વધુ કોઈ ખેલાડી આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમ્યો નથી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાની આ 7મી આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલ છે.
સૌથી વધુ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમનાર ખેલાડી
- 8 વખત - રોહિત શર્મા
- 8 વખત - વિરાટ કોહલી
- 7 વખત - યુવરાજ સિંહ
- 7 વખત - રવિન્દ્ર જાડેજા
- 6 વખત - રિકી પોન્ટિંગ
- 6 વખત - મહેલા જયવર્દને
- 6 વખત - કુમાર સંગાકારા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે