IND vs SA: સચિન, વીરૂ અને દ્રવિડની 'ખાસ ક્લબ'માં સામેલ થવાની નજીક વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આ એલીટ ક્લબમાં સામેલ થવા માટે હજુ 242 રનની જરૂર છે. જે અંદાજ અને ફોર્મમાં કોહલી જોવા મળી રહ્યો છે, તેથી લાગે છે કે તે સિરીઝમાં આ સિદ્ધિ હાસિલ કરી લેશે. 
 

IND vs SA: સચિન, વીરૂ અને દ્રવિડની 'ખાસ ક્લબ'માં સામેલ થવાની નજીક વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝ બુધવારથી શરૂ થઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સિરીઝમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોની એલીટ ક્લબમાં સામેલ થઈ શકે છે. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર તેંડુલકર, સહેવાગ અને દ્રવિડ માત્ર ત્રણ ભારતીય બેટ્સમેન છે. કેપ્ટન કોહલીને આ લિસ્ટમાં સામેલ થવા માટે હવે 242 રનની જરૂર છે. જે અંદાજ અને ફોર્મમાં કોહલી જોવા મળી તેનાથી લાગે છે કે તે આ સિરીઝમાં ઉપલબ્ધિ હાસિલ કરી લેશે. 

કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ અત્યાર સુધી 9 ટેસ્ટ (16 ઈનિંગ) રમી છે, જેમાં કુલ 758 રન બનાવ્યા છે. તેણે આ ટીમ વિરુદ્ધ 47.37ની એવરેજથી રન બનાવ્યા છે અને 2 સદી તથા 3 અડધી સદી ફટકારી છે. તે 242 પન બનાવતા જ આફ્રિકા વિરુદ્ધ 1000 કે તેથી વધુ રન બનાવનાર તોથો ભારતીય બની જશે. 

માસ્ટર બ્લાસ્ટર સચિન આ લિસ્ટમાં ટોપ પર છે. જેણે આફ્રિકા વિરુદ્ધ 25 ટેસ્ટ (45 ઈનિંગ)મા કુલ 1741 રન બનાવ્યા, જેમાં 7 સદી અને 5 અડધી સદી સામેલ છે. આ ટીમ વિરુદ્ધ વીરૂના નામે 15 ટેસ્ટમાં 1306 રન (5 સદી, 2 અડધી સદી), દ્રવિડના નામે 21 ટેસ્ટમાં 1252 રન (2 સદી, 5 અડધી સદી) નોંધાયેલી છે. 

વીવીએસ લક્ષ્મણ (976 રન), પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (947 રન) અને મોહમ્મદ અઝહરુદ્દીન (779 રન) અન્ય ત્રણ ભારતીય બેટ્સમેન છે જે હાલમાં કોહલીથી આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news