Ravindra Jadeja ના પત્ની કેમ કાર્યક્રમમાંથી ફટાફટ ભાગીને ગયા ઘરે? રિવાબાએ શું કહ્યું?

IND vs PAK: લાંબા સમય બાદ પાકિસ્તાન સાથે થયેલાં ક્રિકેટના મુકાબલામાં બે ગુજ્જુ ખેલાડીઓએ રંગ રાખ્યો. એક હતો રાજકોટનો રવિન્દ્ર જાડેજા તો બીજો હતો સંસ્કારીનગરી વડોદરાનો હાર્દિક પંડ્યાં. 

Ravindra Jadeja ના પત્ની કેમ કાર્યક્રમમાંથી ફટાફટ ભાગીને ગયા ઘરે? રિવાબાએ શું કહ્યું?

Aisa Cup 2022 Ind vs Pak: ભારતે એશિયા કપ 2022ની પહેલી જ મેચમાં પાકિસ્તાન હરાવીને ધૂળ ચાડતું કરી દીધું છે.જેમાં ખાસ કરીને જાડેજા અને પંડ્યાની શાનદાર બેટિંગએ ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ખરો રંગ રાખ્યો હતો. જાડેજા અને પંડ્યા આ બે ગુજ્જુ બોયના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. ત્યાં ખુદ પ્રધાનમંત્રી મોદીએ પણ ગુજરાતના આ બે ખેલાડીઓના વખાણ કર્યાં હતાં. અને ટ્વીટ કરીને ટિમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં છગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.

PM મોદીએ શું કહ્યું?
​ભારતની પાકિસ્તાન સામેની આ શાનદાર જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, "ટીમ ઈન્ડિયાએ એશિયા કપની આજની મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ટીમને અભિનંદન"

ભારત માટે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલે પ્રથમ ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટો કોહલીએ ટીમની બાજી સંભાળી હતી. રોહિત શર્માએ 12 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં કુલ 35 રન બનાવ્યા હતા જેમાં કોહલીએ 34 બોલમાં 1 સિક્સર અને 3 ચોક્કા ફટકાર્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા હતા. સુર્યકુમાર યાદવે 18 બોલમાં 18 રન બનાવીને નસીમ શાહના બોલ પર બોલ્ડ થયો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીને અણનમ રહ્યો હતો.

જાડેજાના પત્ની રિવાબાએ શું કહ્યું?
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કહ્યું, મેચ ખૂબ સારી રહી. રવિન્દ્ર અને ટીમ ઇન્ડિયાએ સારું પર્ફોમ કર્યું. મને ખૂબ ખુશી છે. આ દિવસે હું એક કાર્યક્રમમાં વ્યસ્ત હતી તેમ છતાં બીજી ઈનિંગ પહેલા હું ફટાફટ ભાગીને ઘરે પહોંચી ગઈ અને ઘરે જઈને તરત મેચ જોવા બેસી ગઈ. મને વિશ્વાસ હતો કે ટીમ ઈન્ડિયા જ જીતશે અને એવું જ થયું....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news