IND vs NZ 1st Test: ત્રીજી દિવસે અક્ષર પટેલે ભારતને કરાવી વાપસી, ફિરકીમાં ફસાઇ કીવી

ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ત્રીજા દિવસે ભારતની પહેલી ઇનિંગ પુરી થયા બાદ ન્યૂઝીલેંડના બંને ઓપનર્સે ધમાલ મચાવતાં શાનદાર ફીફ્ટી ફટકારી અને સ્કોરને 100ને પાર પહોંચાડી દીધો છે.

IND vs NZ 1st Test: ત્રીજી દિવસે અક્ષર પટેલે ભારતને કરાવી વાપસી, ફિરકીમાં ફસાઇ કીવી

કાનપુર: ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ત્રીજા દિવસે ભારતની પહેલી ઇનિંગ પુરી થયા બાદ ન્યૂઝીલેંડના બંને ઓપનર્સે ધમાલ મચાવતાં શાનદાર ફીફ્ટી ફટકારી અને સ્કોરને 100ને પાર પહોંચાડી દીધો છે. તેના જવાબમાં ન્યૂઝીલેંડે પોતાની પહેલી ઇનિંગમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ તે બઢત બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. 

ટીમ ઇન્ડીયા 63 રનથી આગળ 
ભારતની બીજી ઇનિંગમાં શુભમન ગિલ અને મયંક અગ્રવાલે ઓપનિંગ કરી, પરંતુ ગિલ 1 રન બનાવીને કાઇલ જેમીસનના બોલનો શિકાર થયા, હાલ મયંક 4 અને ચેતેશ્વર પુજારા 9 રન બનાવીને નોટ આઉટ છે. ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે અને તેમણે કીવી સેના વિરૂદ્ધ 63 રનની લીડ પ્રાપ્ત કરી લીધી છે. હવે ચોથા દિવસે ભારતીય બેટ્સમેન પર મોટો ઉભો કરવાની જવાબદારી હશે. 

ન્યૂઝીલેંડ 296 રન પર ઓલ આઉટ
ન્યૂઝીલેંડ તરફથી ટોમ લાથમ (Tom Latham) 95 અને વિલ યંગ (Will Young) 89 રનની શાનદાર ઇનિંગ રમી પરંતુ ત્રીજા દિવસે ભારતીય બોલરની આગળ ટકી શક્યા નહી. કીવી કેપ્ટન કેન વિલિયમસન પણ 18 રન બનાવીને આઉટ થઇ ગયા. ન્યૂઝીલેંડના મિડલ અને લોઅર ઓર્ડર શનિવારે વેરવિખેર થઇ ગઇ. કીવી ટીમે પહેલી ઇનિંગમાં 296 રન બનાવ્યા અને આ પ્રકારે ટીમ ઇન્ડીયાએ 49 રનની લીડ મેળવી. 

India lost Shubman Gill early, finishing day three on 14/1, with a lead of 63. #WTC23 | #INDvNZ | https://t.co/9OZPrsh0Tm pic.twitter.com/lfjEkySstj

— ICC (@ICC) November 27, 2021

અક્ષર પટેલે વર્તાવ્યો કહેર
અક્ષર પટેલ (Axar Patel) એ પોતાની સ્પિનર બોલીંગ દ્રારા કહેર વર્તાવ્યો, આ ઇનિંગમાં તેમણે 62 કીવી બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. રવીચંદ્રન અશ્વિને પણ 3 ખેલાડીઓને આઉટ કર્યા, તો બીજી તરફ રવીન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી. 

— ICC (@ICC) November 27, 2021

345 પર સમેટાઇ ટીમ ઇન્ડીયા
ટીમ ઇન્ડીયાએ પોતાની ઇનિંગમાં 345 રનનો સ્કોર બનાવ્યો. શ્રેયર અય્યરે સૌથી વધુ 105 રન બનાવ્યા, તેના ઉપરાંત શુભમન ગિલ  (52) અને રવીન્દ્ર જાડેજા (50) એ અર્ધશતક ફટકારી. કીવી બોલર ટીમ સાઉદીએ 5 વિકેટ લીધી, કાઇલ જેમીસનને 3 અને એજાજ પટેલને 2 વિકેટ મળી. ન્યૂઝીલેંડની સ્થિતિ આ મેચમાં શાનદાર છે અને આ ટીમ હવે પહેલાંના મુકાબલે જીતવાની સૌથી મોટી દાવેદાર બની ગઇ છે. 

A fifth Test five-wicket haul for the spinner! #WTC23 | #INDvNZ | https://t.co/9OZPrsh0Tm pic.twitter.com/5QagQh9xkm

— ICC (@ICC) November 27, 2021

અય્યરે ફટકારી સદી
શ્રેયસ અય્યરે ધમાલ મચાવતાં પોતાના ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ કેરિયરની પ્રથમ સદી ફટકારી દીધી. અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી. અય્યરે પોતાની તાબડતોડ બેટીંગથી ફેન્સનું દિલ જીતી લીધું. શ્રેયસ અય્યરને આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ સામેલ કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલીને પહેલી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તે આગામી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે ટીમ ઇન્ડીયા સાથે જોડાશે. શ્રેયસ અય્યરને નંબર 5 પર બેટીંગની તક મળી. જેનો તેમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news