IND vs AUS: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ, કાંગારૂઓ પર ભારે પડશે ભારતનો આ ખેલાડી
IND vs AUS, 1st ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 1:30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જાન્યુઆરીમાં, ભારતે શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું, ત્યારબાદ ન્યુઝીલેન્ડને પણ 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
Trending Photos
IND vs AUS, 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 1:30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જાન્યુઆરીમાં, ભારતે શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું, ત્યારબાદ ન્યુઝીલેન્ડને પણ 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતે હૈદરાબાદમાં 12 રન, રાયપુરમાં આઠ વિકેટ અને ઈન્દોરમાં 90 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પણ ક્લીન સ્વીપની આશા રાખશે, પરંતુ અગાઉના બે ક્લીન સ્વીપના મુકાબલે આ એટલુ આસાન નહીં હોય. ભારતે અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ગાવસ્કર-બોર્ડર ટ્રોફી 2-1થી જીતી હતી. પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ જીતી હતી.
આજે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે
ટેસ્ટ શ્રેણીની મધ્યમાં ઓસ્ટ્રેલિયાના નિયમિત કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સ તેની માતાના અવસાનને કારણે ઘરે ગયા હતા. કમિન્સના સ્થાને સ્ટીવ સ્મિથે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળી હતી. સફેદ બોલના નિષ્ણાત ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, સીન એબોટ, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા, જોશ ઈંગ્લિસ અને એશ્ટન એગરના આગમનથી ઓસ્ટ્રેલિયાનું મનોબળ વધ્યું છે. ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ કરતાં વનડે સિરીઝમાં વધુ મુશ્કેલ ચુનોતી આપશે. ODI ક્રિકેટની પ્રકૃતિને જોતા, સ્પિનનો વધુ ભય રહેશે નહીં, જેના કારણે ઓસ્ટ્રેલિયાના ODI નિષ્ણાતોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારત પ્રથમ વનડેમાં તેમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના પ્રવેશ કરશે જે પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે પ્રથમ વનડેમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ સંભાળશે.
આ પણ વાંચો
અંતરિક્ષમાં જવું હોય તો 6 કરોડ ખર્ચો, ઈસરોના પ્રમુખે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, દાંત થઈ જશે સફેદ
ભારતના ખેલાડીઓ કાંગારૂઓ પર ભારે પડશે
મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર પીઠની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ જાય તે પહેલા જ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. તેની સાથે યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને કેપ્ટન હાર્દિક ફાસ્ટ બોલિંગમા બીજી તક મળશે. બેટિંગ વિભાગમાં લોકેશ રાહુલને વર્લ્ડ કપ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની વધુ એક તક મળશે.
તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. બીજી તરફ, શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતો. ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી અને ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તેણે અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. આ ટેસ્ટમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર 186 રન બનાવીને પોતાનું ફોર્મ પાછું મેળવ્યું હતું. ODI વિશેષજ્ઞ સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરની હાજરીથી ભારત ઓસ્ટ્રેલિયા સામે વધુ સારા દેખાવની આશા રાખશે.
આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું
અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે