IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. તે પહેલા સિડનીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એ અને ભારતની વચ્ચે રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કમાલ કર્યો છે

IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. તે પહેલા સિડનીના મેદાન પર પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એ અને ભારતની વચ્ચે રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કમાલ કર્યો છે. પરંતુ આ વચ્ચે બોલિંગમાં નહીં પરંતુ બેટિંગમાં. જી હાં, ઓસ્ટ્રેલિયા એના બોલરોને બુમરાહએ બેટિંગથી ધોયા.

બુમરાહનો બેટ બોલ્યું
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 194 રન બનાવ્યા. ભારતીય ટીમ 150 રન પણ પુરા કરી શકતી નહીં જો બુમરાહનું બેટ ચાલ્યું ન હોત. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ મેચમાં શાનદાર બેટિંગ કરી અને અર્ધસદી ફટકારી. તેણે સિક્સ મારી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેમણે 57 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 55 રનની નાબાદ બેટિંગ કરી. આ બુમરાહના કરિયરની પ્રથમ ફસ્ટ ક્લાસ ફિફ્ટી છે.

— cricket.com.au (@cricketcomau) December 11, 2020

ખુશીથી ઉછળ્યો વિરાટ
વિરાટ કોહલી (Virat Kohli) આ મેચનો ભાગ નથી પરંતુ તે આ મેચ જોઈ રહ્યો છે. જ્યારે બુમરાહએ બેટ ઉઠાવ્યું તો સ્ટેન્ડ્સમાં વિરાટ કોહલી ઉઠળી પડ્યો. ત્યારે ડ્રેસિંગ રૂમમાં બાકી ખેલાડીઓએ તાલીઓ પાડી હતી. વિરાટનું આ રિએક્શન સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news