IND vs AFG: શિવમ દુબેની શાનદાર અડધી સદી, પ્રથમ ટી20માં ભારતનો 6 વિકેટે વિજય

આશરે 14 મહિના બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરનાર રોહિત શર્મા બીજા બોલ પર શૂન્ય રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ખરાબ શરૂઆત છતાં ભારતે શાનદાર જીત મેળવી છે. 

IND vs AFG: શિવમ દુબેની શાનદાર અડધી સદી, પ્રથમ ટી20માં ભારતનો 6 વિકેટે વિજય

મોહાલીઃ ભારતે અફઘાનિસ્તાન સામે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. મોહાલીમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી શિવમ દુબેએ અણનમ અડધી સદી ફટકારી હતી. 

શિવમ દુબેનું શાનદાર પ્રદર્શન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શિવમ દુબેએ અમનમ 60 રન ફટકાર્યા હતા. દુબેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી. આ સિવાય જીતેશ શર્માએ 20 બોલમાં 5 ચોગ્ગા સાથે 31 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ 9 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત શર્મા 0 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે ગિલે 23 અને તિલક વર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. 

અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ 27 બોલમાં 2 ફોર અને ત્રણ સિક્સ સાથે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. આ સિવાય ગુરબાઝે 28 બોલમાં 23 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝાદરાન 25 અને અઝમતુલ્લાહ 29 રન બનાવી આઉટ થયા હતા. રહમત શાહ માત્ર 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. નજીબુલ્લાહે 11 બોલમાં 4 ચોગ્ગા સાથે અણનમ 19 રન ફટકાર્યા હતા. 

ભારત તરફથી મુકેશ કુમારે 33 રન આપી બે તથા અક્ષર પટેલે 23 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય શિવમ દુબેને એક સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news