રામ મંદિર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાડિયા, શરૂ થઈ અંદરો-અંદર 'રામાયાણ'! જાણો કોણે શું આપ્યું નિવેદન?

Shaktisinh Gohil Statement: રામ મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને અપાયું હતું પરંતુ કોંગ્રેસ આમંત્રણનો સ્વીકાર ન કર્યો. અને 22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં જવાનું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. જેના કારણે ગુજરાત કોંગ્રેસના જ અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે.

રામ મંદિર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાડિયા, શરૂ થઈ અંદરો-અંદર 'રામાયાણ'! જાણો કોણે શું આપ્યું નિવેદન?

Shaktisinh Gohil Statement: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. સંતો-મહંતો અને દેશભરના રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલીક રાજકીય પાર્ટીઓએ પોતાના મતો બચાવવા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો નથી. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પણ એક છે. કોંગ્રેસ 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાનો ઈન્કાર કરી દીધો છે. જેના કારણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં કકડાટ શરૂ થઈ ગયો છે.

  • પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો કોંગ્રેસનો અસ્વીકાર 
  • કોંગ્રેસમાં જ શરૂ થઈ અંદરો-અંદર 'રામાયાણ'
  • હાઈકમાન્ડના નિર્ણયથી ગુજરાત કોંગ્રેસ નારાજ!
  • કેટલાક કોંગ્રેસી નિર્ણયના આવ્યા સમર્થનમાં

રામ મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને અપાયું હતું પરંતુ કોંગ્રેસ આમંત્રણનો સ્વીકાર ન કર્યો. અને 22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં જવાનું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. જેના કારણે ગુજરાત કોંગ્રેસના જ અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા વિરોધની શરૂઆત ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કરી. મોઢવાડિયાએ કહ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. 

તો કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કહ્યું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે. 

અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. તો  પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં શરૂ થયેલા આ અંદરો અંદરના વિવાદ પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પાણી નાંખતા જોવા મળ્યા. તેમણે વધુમાં કહ્યું કે, આ કોઈ વિવાદ નથી. ભાજપ મંદિરના નામે મત માંગવા માંગે છે. જેનો અમારો વિરોધ છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસે રામમંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. એક બાજુ કોંગ્રેસ હાઈકમાન્ડે રામમંદિર આમંત્રણનો અસ્વિકાર કર્યો છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જ નેતાઓ પક્ષમાં આંતરિક લોકશાહીના નામે પોતાના જ નેતાઓને નિશાને લઇ રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news