સતત 10 મેચ ગુમાવીને વિશ્વકપ રમવા પહોંચી પાકિસ્તાની ટીમ

1992માં વિશ્વકપનું ટાઇટલ જીતનારી પાકિસ્તાની ટીમ સતત 10 વનડે મેચ ગુમાવીને અહીં પહોંચી છે. ટીમના ખરાબ ફોર્મનો અંદાજો તે વાતથી પણ લગાવી શકાય છે કે તે પ્રેક્ટિસ મેચમાં અફગાનિસ્તાન સામે પણ હારી ગયું હતું. 
 

સતત 10 મેચ ગુમાવીને વિશ્વકપ રમવા પહોંચી પાકિસ્તાની ટીમ

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં પાકિસ્તાનને એવી ટીમ તરીકે જોવામાં આવે છે જે ક્યારેય શાનદાર પ્રદર્શન કરતી હતી, તો ક્યારેક ખરાબ. પરંતુ તેની પાસે એવા ઘણા ખેલાડી છે જે પોતાના દમ પર મેચનું પાસું પલટવાની ક્ષમતા રાખે છે અને આ વસ્તુ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં તેને સૌથી આકર્ષક ટીમોમાંથી એક બનાવે છે. 

1992માં વિશ્વકપ જીતનારી પાકિસ્તાન ટીમ સતત 10 વનડે મેચ ગુમાવીને અહીં પહોંચી છે. ટીમના ખરાબ ફોર્મનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે પ્રેક્ટિસ મેચમાં તેને અફગાનિસ્તાને તેને હરાવી દીધું. 

પાકિસ્તાન વિશ્વકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક મહિના પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયું હતું. પરંતુ વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડે તેને 4-0થી પરાજય આપીને તેની ચિંતા વધારી દીધી હતી. આ પહેલા દુબઈમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 5-0થી હરાવ્યું હતું. ટીમે પોતાની અંતિમ વનડે મેચ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જીતી હતી. 

પાકિસ્તાનની હાલની ટીમ આ મામલામાં 1992માં ઇમરાન ખાનના કરિશ્માઇ કેપ્ટનના નેતૃત્વમાં વિશ્વકપ જીતનારી ટીમ પાસેથી પ્રેરણા લઈ શકે છે. 1992 વિશ્વ કપ પહેલા પણ ટીમ લયમાં નહતી. આવા પ્રદર્શન બાદ પણ કોઈ ટીમ તેને હળવાશથી લેવા ઈચ્છશે નહીં, કારણ કે ટીમે ઈંગ્લેન્ડની આ પરિસ્થિતિઓમાં 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. 

જીતના પાટા પર પરત ફરવા માટે પાકિસ્તાને ફીલ્ડિંગ અને બોલિંગમાં સુધાર કરવો પડશે. ટીમના કોચ મિકી આર્થર પણ તેને ચિંતાનું કારણ બતાવી ચુક્યા છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચોમાં ટીમ 358 અને 340 રનના લક્ષ્યનો બચાવ ન કરી શકી, જ્યારે બે અન્ય મેચોમાં પણ બોલરોએ 350 રન લુટાવી દીધા હતા. ટીમ માટે સારી વાત છે કે બેટ્સમેન લયમાં છે અને ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં સારૂ કરી રહ્યાં છે. 

ટીમની પસંદગીમાં સાતત્યની કમી પણ ચર્ચાનો વિષય છે. અંતિમ 15માં એવા ત્રણ ખેલાડીઓ છે જે પહેલા જાહેર કરેલી ટીમમાં નહતા. વહાબ રિયાઝની બે વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે, જ્યારે મોહમ્મદ આમિર વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. મધ્યમક્રમમાં આસિફ અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

સરફરાઝ અહમદ ક્યા ક્રમ પર બેટિંગ કરશે તે પણ ચર્ચાનો વિષય છે. જાણકાર માને છે કે તેણે ઉપરના ક્રમ પર બેટિંગ કરવી જોઈએ. વિશ્વકપમાં ટીમ પોતાના અભિયાનની શરૂઆત 31 મેએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કરશે આ પહેલા તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારે વધુ એક પ્રેક્ટિસ મેચ રમવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news