ICC World Cup 2023: આ 8 ટીમોને મળી ગઈ ODI World Cup ની સીધી ટિકિટ, જાણો કઈ ટીમો લટકી ગઈ

ODI World Cup: દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે તાજેતરમાં ઘરઆંગણે મળેલી જીતનો ફાયદો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે નેધરલેન્ડ સામેની સિરીઝમાં વર્લ્ડ કપની ટિકિટ મેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝને આઠમા સ્થાને ધકેલવામાં સફળ રહી. 

ICC World Cup 2023: આ 8 ટીમોને મળી ગઈ ODI World Cup ની સીધી ટિકિટ, જાણો કઈ ટીમો લટકી ગઈ

Dubai: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. થઈ રહી છે વન ડે વર્લ્ડ કપની તૈયારીઓ. એમાંય ભારત સહિત 8 ટીમોને મળી ગઈ છે વર્લ્ડ કપની સીધી ટિકિટ. ઉલ્લેખનીય છેકે, આઈસીસી વન ડે વર્લ્ડ કપ દર 4 વર્ષે યોજાય છે.  આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ ધોવાઇ ગયા બાદ આગામી ICC વર્લ્ડ કપ 2023 માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવનાર આઠ ટીમો અંગે ડિશિજન લેવામાં આવ્યું. બાકીની 2 ટીમોને ક્વોલિફિકેશન દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશવાની તક મળશે.

મંગળવારે મોડી રાત્રે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ICC વર્લ્ડ કપ 2023 માટે સીધી ક્વોલિફિકેશન મેળવનારી આઠ ટીમોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. 1975 અને 1979ની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આ વખતે પણ સીધી ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. તે જ સમયે, શ્રીલંકા, 1996 ની વિજેતા અને ચાર વખત રનર અપ, ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.

આયર્લેન્ડની આશાઓ પર વરસાદે પાણી ફેરવ્યુંઃ
મંગળવારે ચેમ્સફોર્ડ ખાતે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચેની વનડે વરસાદને કારણે ધોવાઈ જતાં આયર્લેન્ડની ટૂર્નામેન્ટ માટે સીધા ક્વોલિફાય થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવી સ્થિતિમાં, ટેમ્બા બાવુમાની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ટૂર્નામેન્ટમાં સીધી એન્ટ્રી મળી.

દક્ષિણ આફ્રિકાને મળ્યો નેધરલેન્ડ સામેની જીતનો ફાયદો-
દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે તાજેતરમાં ઘરઆંગણે મળેલી જીતનો ફાયદો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે નેધરલેન્ડ સામેની સિરીઝમાં વર્લ્ડ કપની ટિકિટ મેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝને આઠમા સ્થાને ધકેલવામાં સફળ રહી. પરંતુ તેની ટિકિટ બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીના પરિણામ પર નિર્ભર હતી. જેમાં બાંગ્લાદેશની 3-0થી જીત તેમના પત્તાં સાફ કરી દેત પરંતુ વરસાદે આયર્લેન્ડનું સ્થાન લીધું હતું. આફ્રિકાને તક આપવામાં આવી હતી. શ્રીલંકાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં હારનો ભોગ બનવું પડ્યું હતું.

જૂનમાં ઝિમ્બાબ્વે દ્વારા ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ યોજાશે-
આવી સ્થિતિમાં હવે ટેસ્ટ રમતા શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેને જૂનમાં ઝિમ્બાબ્વેમાં યોજાનારી વર્લ્ડ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ દ્વારા ટિકિટ મેળવવી પડશે. આ ચાર ટીમો ઉપરાંત નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન, નેપાળ, યુએસએ અને યુએઈની ટીમો પણ ક્વોલિફાયરમાં પોતાનું નસીબ અજમાવશે અને વર્લ્ડ કપની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે. વર્લ્ડ કપ દરમિયાન 10 ટીમો રાઉન્ડ રોબિન આધારે એકબીજા સામે ટકરાશે. આ પછી ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news