શિખર ધવનની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
વિશ્વકપમાં સૌથી વધુ સદી (27), ઓસ્ટ્રેલિયા (26), શ્રીલંકા (27), વેસ્ટ ઈન્ડિઝ 17, ન્યૂઝીલેન્ડે 15 લગાવી છે.
Trending Photos
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના શિખર ધવન અને કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટિંગની મદદથી અહીં કેનિંગ્ટન ઓવલ મેદાન પર રવિવારે વિશ્વકપની પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 352 રન બનાવ્યા હતા. વિશ્વકપમાં કોઈપણ ટીમનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. શિખર ધવનના રેકોર્ડની મદદથી ભારતીય ટીમે પણ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાના 353 રનનો લક્ષ્ય આપ્યો છે. ધવને આ મહત્વની મેચમાં સદી ફટકારી અને પોતાની ટીમને વિશ્વકપમાં અત્યાર સુધીનો ચોથો સૌથી મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. આ પહેલા કોઈપણ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વકપમાં 350 કે તેથી વધુ રન બનાવ્યા નથી. ધવને 109 બોલમાં 16 ચોગ્ગા ફટકાર્યા હતા. વનડેમાં ધવનની આ 17મી અને વિશ્વકપમાં ત્રીજી સદી છે.
વિશ્વકપમાં સદી ફટકારવાના મામલામાં ભારત નિકળ્યું આગળ
તો વિશ્વ કપમાં સૌથી વધુ સદી ભારત (27), ઓસ્ટ્રેલિયા (26), શ્રીલંકા (23), વેસ્ટ ઈન્ડિઝ (17), ન્યૂઝીલેન્ડે (15) લગાવી છે. આફ્રિકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે 14-14 સદી ફટકારી છે.
વિશ્વકપમાં ટીમોના નામે નોંધાયેલી સદી
27- ભારત
26- ઓસ્ટ્રેલિયા
23- શ્રીલંકા
17- વેસ્ટ ઈન્ડિઝ
15- ન્યૂઝીલેન્ડ
14- ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, આફ્રિકા
6- ઝિમ્બાબ્વે
5- આયર્લેન્ડ
4- નેધરલેન્ડ
3- બાંગ્લાદેશ
1- કેનેડા, સ્કોટલેન્ડ, યૂએઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે