World Cup 2019: નમસ્કાર ધોનીજી, સાંભળ્યું છે તમે નિવૃત થવા ઈચ્છો છો..... લતા મંગેશકર
ન્યૂઝીલેન્ડે વિશ્વકપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને 18 રનથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ધોનીના નિવૃતીના સમાચાર આવવા લાગ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની નિરાશાજનક હાર બાદ ગાયકલતા મંગેશકરે ટ્વીટ કરી ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ પ્રશંસકોનો જુસ્સો વધાર્યો છે. લતાજીએ પોતાના અવાજમાં ગુલઝાર સાહેબે લખેલા એક ગીતને ટીમ ઈન્ડિયાને સમર્પિત કરતા ટ્વીટ કર્યું, 'કાલે ભલે આપણે જીતી ન શક્યા પરંતુ આપણે હાર્યા નથી. ગુલઝાર સાહેબે ક્રિકેટ માટે લખેલુ આ ગીત હું આપણી ટીમને સમર્પિત કરુ છું. લતા મંગેશકરે ટ્વીટની સાથે પોતાને ગાયેલા ગીતની લિંક પણ શેર કરી છે, જેના બોલ છે- આકાશ કે ઉસ પાર ભી આકાશ હૈ.'
Kal bhalehi hum jeet na paaye ho lekin hum haare nahi hain.Gulzar sahab ka cricket ke liye likha hua ye geet main hamari team ko dedicate karti hun. https://t.co/pCOy7M1d1Y
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
દેશને હજુ પણ ધોનીની રમતની જરૂર
વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદથી એમએસ ધોનીના સંન્યાસની અટકળો પર પણ લતા મંગેશકરે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ધોનીને અપીલ કરી છે કે તે પોતાના મનમાં નિવ-તીનો વિચાર પણ ન લાવે.
ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે ટ્વીટ કર્યું, નમસ્કાર એમએસ ધોનીજી. આજકાલ સાંભળી રહી છું કે તમે નિવૃત થવા ઈચ્છો છો. મહેરબાની કરીને તમે તે ન વિચારો. દેશને તમારા રમતની જરૂર છે અને આ મારી વિનંતી છે કે નિવૃતીનો વિચાર પણ મનમાં ન લાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે