હાર બાદ પાક કેપ્ટન સરફરાઝે સ્વીકાર્યું- સેમીફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ

વિશ્વકપમાં ભારત સામે થયેલા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે માન્યું કે, હવે સેમીફાઇનલની રાહ મુશ્કેલ બની ગઈ છે. 
 

હાર બાદ પાક કેપ્ટન સરફરાઝે સ્વીકાર્યું- સેમીફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ

માનચેસ્ટરઃ ભારત વિરુદ્ધ વિશ્વકપમાં રવિવારે હાર મેળવ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહદમને માન્યું કે, ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવું તેની ટીમ માટે મુશ્કેલ થઈ ગયું છે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ નિયમના આધાર પર પાકિસ્તાનને 89 રને કારમો પરાજય આપ્યો હતો. 

આ હાર બાદ પાકિસ્તાન 5 મેચોમાં ત્રણ પોઈન્ટની સાથે 9માં સ્થાને છે. અંતિમ-4મા પહોંચવા માટે પાકિસ્તાને હવે ચારેય મેચમાં વિજય મેળવવો પડશે અને અન્ય મેચોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. સરફરાઝે કહ્યું, ચોક્કસપણે આ મુશ્કેલ થતું જાય છે, પરંતુ અમારી પાસે ચાર મેચ છે અને અમને આશા છે કે અમે તમામ મેચ જીતીશું. 

સરફરાઝે કહ્યું, અમે સારો ટોસ જીત્યો, પરંતુ દુર્ભાગ્યરીતે યોગ્ય બોલિંગ ન કરી શક્યા. રોહિતને શ્રેય જાય છે, તે સારૂ રમ્યો. અમારી યોજના આગળ બોલિંગ કરવાની હતી, પરંતુ અમે યોગ્ય જગ્યા પર બોલિંગ ન કરી શક્યા. અમે ટોસ જીત્યા બાદ તેનો ફાયદો ન ઉઠાવ્યો અને ઘણા રન આપી દીધા. 

મહત્વનું છે કે, ભારતે પોતાના કટ્ટર વિરોધી પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી વિશ્વકપ મુકાબલામાં અજેય રહેવાની પરંપરા જાળવી રાખી છે. રવિવારે ટીમ ઈન્ડિયાએ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાનને 89 રને પરાજય આપીને સતત સાતમી જીત મેળવી હતી. આ જીતની સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના ચાર મુકાબલા થયા છે, જેમાં તેણે ત્રણ મેચમાં જીત મેળવી અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news