ક્રિકેટને ભ્રષ્ટાચારથી દૂર રાખવા માટે આઈસીસીએ ભર્યું મોટું પગલું
હકીકતમાં ક્રિકેટ જેવી લોકપ્રિય રમતમાં ભ્રષ્ટાચાર રોકવા માટે આઈસીસી ઈન્ટરપોલની મદદ ઈચ્છે છે. એલેક્સે કહ્યું, આઈસીસી અને ઇન્ટરપોલની સાથે મળીને કામ કરવા ઈચ્છે છે અને ગત સપ્તાહે અમારી વાતચીત સકારાત્મક રહી છે.
Trending Photos
દુબઈઃ ક્રિકેટને ભ્રષ્ટાચારથી દૂર રાખવા માટે તેની વૈશ્વિક સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ વૈશ્વિક પોલીસ સંગઠન-ઇન્ટરપોલ સાથે જોડાણ કર્યું છે. આઈસીસી પ્રમાણે ગત સપ્તાહે તેની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના જનરલ મેનેજર એલેક્સ માર્શલે ફ્રાન્શના શહેર લિયોન સ્થિત ઇન્ટરપોલના મુખ્યાલયમાં ટોપના અધિકારીઓ સાથે મુકાલાત કરી અને આ રમતને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.
હકીકતમાં ક્રિકેટ જેવી લોકપ્રિય રમતમાં ભ્રષ્ટાચાર રોકવા માટે આઈસીસી ઈન્ટરપોલની મદદ ઈચ્છે છે. એલેક્સે કહ્યું, આઈસીસી અને ઇન્ટરપોલની સાથે મળીને કામ કરવા ઈચ્છે છે અને ગત સપ્તાહે અમારી વાતચીત સકારાત્મક રહી છે. ઘણા દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓની સાથે આઈસીસી સંબંધો ઘણા સારા છે, પરંતુ ઈન્ટરપોલ સાથે કામ કરીને અમે અમારી પહોંચ 194 દેશો સુધી બનાવી શકીએ છીએ.
એલેક્સે કહ્યું કે આઈસીસીનો ઉદ્દેશ ખેલાડીઓને ભ્રષ્ટાચારને લઈને શિક્ષિત કરવા અને તેના તમામ માધ્યમો અને સાધનો પર લગામ લગાવતા તેને રોકવાનો છે. આઈસીસી ઈચ્છે છે કે આ રમતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ઈન્ટરપોલ પોતાની વ્યાપક પહોંચના માધ્યમથી તેની મદદ કરે.
ICC to work with Interpol in fighting corruption https://t.co/RsJ4EfaLSw via @ICC
— ICC Media (@ICCMediaComms) April 3, 2019
આ સંબંધમાં ઈન્ટરપોલ ક્રિમિનલ નેટવર્ક્સ યૂનિટના મદદનીશ ડાયરેક્ટર જોસ ગાર્સિયાએ કહ્યું, રમત લોકોને જોડે છે, પરંતુ ગુનેગારો પોતાના હિતો માટે રમતની ગરિમાને ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. તેવામાં અમે ક્રિકેટ જેવી લોકપ્રિય રમતમાં ગુનાઓ રોકવા માટે આઈસીસીનો સાથ આપવા ઈચ્છીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે