Cricket World Cup 2019: ન્યૂઝીલેન્ડે જાહેર કરી વર્લ્ડ કપ ટીમ, એક નામથી બધા થયા આશ્ચર્યચકિત
Trending Photos
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે 2019 આઇસીસી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. અનકેપ્ડ વિકેટકીપર, બેટ્સમેન ટોમ બ્લંડેલને ટીમમાં સરપ્રાઇઝ પિક કરવામાં આવ્યો છે. ત્યારે લેગ સ્પિનર માટે ઇશ સોઢીને ટોડ એસ્ટલની જગ્યાએ રિપ્લેસ કરવામાં સફળ રહ્યાં. એવું લાગી રહ્યું છે કે, આ સોઢીનો અનુભવ કહેવાય કે, તેમણે એસ્ટલની ઉપર જગ્યા બનાવવામાં મદદ મળી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડ કપ દરમિયાન કેન વિલિયમસન અને રોસ ટેલરની અનુભવી જોડી મોટી માઇલસ્ટોન્સ હશે. રોસ ટેલર તેનો ચોથો વર્લ્ડ કપ રમનાર 7માં ખેલાડી બની જશે. જ્યારે વિલિયમસન ટિમ સાઉથી અને માર્ટિન ગુપ્ટિલ તેમના ત્રીજા સ્થાન પર રહેશે. બોલ્ટ, મેટ હેનરી અને સ્પીડસ્ટર લોકી ફર્ગ્યૂસન ફાસ્ટ બોલર તરીકે સામેલ થયો છે. જ્યારે મિશેલ સેન્ટરનર અને સોઢી બે સ્પિનર છે.
ત્યારે કાલિન ડી ગ્રેંડહોમે અને જિમી નીશમ તેમની ઓલરાઉન્ડર ક્ષમતાઓના કારણે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. નિકોલસ અને કાલિન મુનરો વિલિયમસન અને ટેલરના ઉપરાંત દક્ષ બેટ્સમેન છે.
Proud of @RossLTaylor selected to represent NZ in his 4⃣th @cricketworldcup! The only member of the 2007 @BLACKCAPS 🇳🇿 side selected for #CWC19 | #LUTERU 😛 pic.twitter.com/QUNNa35bcC
— Central Stags 🏏 (@CentralStags) April 2, 2019
ટોમ લેથમ પ્રથમ પસંદગીના વિકેટ કીપર છે. ત્યારે બ્લંડેલને તેના બેકઅપ તરીકે લેવામાં આવ્યો છે. કોચ ગેરી સ્ટીડને તેમના 8 ખેલાડીઓ પર ખાસ ગર્વ છે જેમણે પહેલીવખત વિશ્વ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
ત્રણ મેચોની અનૌપચારિક એક દિવસીય શ્રૃંખલા માટે ઓસ્ટ્રેલિયાના ગયા પછી, ન્યૂઝીલેન 1 જુનથી શ્રીલંકા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
🚨 BREAKING: The @BLACKCAPS have named their #CWC19 squad! pic.twitter.com/sbC0cvOXPT
— Cricket World Cup (@cricketworldcup) April 2, 2019
આ રહી ન્યૂઝીલેન્ડની 15 સભ્યોની ટીમ:
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન મુનરો, ટોમ બ્લંડેલ, જિમી નીશમ, કાલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનેર, ઇશ સોઢી, ટિમ સાઉદી, મેટ હેનરી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બાઉલ્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે