શરદ પવારે NCPના કાર્યકરોને કહ્યું-જનસંપર્ક કેવી રીતે કરાય તે RSS પાસેથી શીખો

એવું કહેવાય છે કે જો તમારા હરીફમાં કોઈ સારા ગુણ હોય તો તેને પણ અપનાવવા જોઈએ. એનસીપી સુપ્રીમો શરદ પવારે પુણેમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે કાર્યકરોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી શીખવાની શીખામણ આપી. પવારે કહ્યું કે જનસંપર્ક કેવી રીતે કરાય તે શીખવું હોય તો આરએસએસ પાસેથી શીખો. 

શરદ પવારે NCPના કાર્યકરોને કહ્યું-જનસંપર્ક કેવી રીતે કરાય તે RSS પાસેથી શીખો

નવી દિલ્હી: એવું કહેવાય છે કે જો તમારા હરીફમાં કોઈ સારા ગુણ હોય તો તેને પણ અપનાવવા જોઈએ. એનસીપી સુપ્રીમો શરદ પવારે પુણેમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે કાર્યકરોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી શીખવાની શીખામણ આપી. પવારે કહ્યું કે જનસંપર્ક કેવી રીતે કરાય તે શીખવું હોય તો આરએસએસ પાસેથી શીખો. 

લોકસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર બાદ શરદ પવાર પાર્ટીના પદાધિકારીઓની સાથે સતત ચિંતન મંથનમાં લાગેલા છે. આ જ કડીમાં તેઓ પુણેના ભોસરી વિસ્તારમાં પાર્ટી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા આવ્યા હતાં. પવારે આ અવસરે આરએસએસનું ઉદાહરણ રજુ કર્યું. કઈ રીતે ચૂંટણીમાં આરએસએસ લોકોના ઘરે જઈ જઈને સંપર્ક સાંધે છે તે વાત પવારે કાર્યકરોને જણાવી. 

જુઓ LIVE TV

શરદ પવારે એક ઉદાહરણ આપતા કહ્યું કે માની લો કે આરએસએસએ પાંચ લોકોના ઘરોમાં જઈને સંપર્ક કરવાનો છે. તેઓ સવારે તેમના ઘરે જાય છે. જો પાંચમાંથી એક ઘરમાં પણ કોઈ સવારે ન મળે તો તેઓ સાંજે ફરીથી તેના ઘરે જશે. જો સાંજે પણ કોઈ ન મળે તો બીજા દિવસે સવારે ફરીથી જશે. તેઓ જ્યાં સુધી તે વ્યક્તિ સાથે સંપર્ક સાધી ન લે ત્યાં સુધી કોશિશ સતત ચાલુ જ રાખે છે. 

પવારે કહ્યું કે આરએસએસના કાર્યકરોની જનસંપર્કની રીત શીખવા જેવી છે. શરદ પવારે પાર્ટી કાર્યકરોને કહ્યું કે થોડા મહીના બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ માટે પાર્ટી કાર્યકરોએ પણ એ જ રીતે પૂરી શિદ્દત સાથે જનસંપર્ક સાધવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news