આઈસીસીએ પોસ્ટ કરી આઇકોનિક તસવીર, પણ કરી મોટી ભૂલ


વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની બાદશાહત લાંબા સમય સુધી રહી છે. ટીમે વિશ્વને ક્રિકેટ રમવાની નવી રીત પણ શીખવી છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરનો વિશ્વકપ પાંચ વખત જીત્યું છે અને આઈસીસીએ તેની તસવીર શેર કરી છે. 

આઈસીસીએ પોસ્ટ કરી આઇકોનિક તસવીર, પણ કરી મોટી ભૂલ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ક્રિકેટની ગતિવિધિઓ બંધ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પણ નવી-નવી રીતથી ફેન્સનો જોડી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આઈસીસીએ મંગળવારે એક આવો ફોટો પોસ્ટ કર્યો હતો. 

આઈસીસીએ ઓસ્ટ્રેલિયાના ચાર વિશ્વ કપ વિજેતા કેપ્ટનોની ટ્રોફીઓની સાથે તસવીર શેર કરી હતી. તેમાં એલન બોર્ડર, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્કની તસવીર હતી. આ ફોટો પર આઈસીસીએ કેપ્શન લખ્યું હતું આઇકોનિક. એટલે કે મિસાલ. કોઈ શંકા વગર આ એક આઇકોનિક તસવીર છે. પરંતુ આઈસીસીની આ તસવીરમાં એક ભૂલ છે. 

— ICC (@ICC) May 12, 2020

શું કરી આઇસીસીએ ભૂલ
હકીકતમાં, આઈસીસીએ આ તસવીરમાં ટ્રોફીની આગળ ચાર લખ્યું છે અને ઓસ્ટ્રેલિયાએ પાંચ ટ્રોફી જીતી છે. વિશ્વ વિજેતા કેપ્ટન ચાર રહ્યાં છે કારણ કે રિકી પોન્ટિંગે બે વખત વિશ્વ કપ જીત્યો છે. તસવીરમાં પણ પાંચ ટ્રોફી રાખવામાં આવી છે. 

ફેન્સે આઈસીસીને ટ્રોલ કરતા લખ્યું કે, લગભગ આઈસીસી પણ તે નથી જાણતું કે ઓસ્ટ્રેલિયાએ ચાર નહીં પાંચ વખત વિશ્વકપ જીત્યો છે. 

સાનિયા મિર્ઝાએ જીત્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, પુરસ્કારની રકમ સીએમ રિલીફ ફંડમાં દાન કરી

ક્યારે-ક્યારે જીત્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર બોર્ડરની આગેવાનીમાં વિશ્વકપ જીત્યો હતો. 1987માં કોલકત્તામાં રમાયેલી ફાઇનલમાં તેણે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ 1999માં સ્ટીવ વોની ટીમે પાકિસ્તાનને હરાવી બીજીવાર ટાઇટલ કબજે કર્યું હતું. પછી 2003માં એકવાર ફરી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું અને પોન્ટિંગની ટીમે ભારતને કારમો પરાજય આપ્યો હતો. 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી સતત ત્રીજી અને કુલ ચોથી વખત વિશ્વકપ કબજે કર્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયાએ ક્લાર્કની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને હરાવી પાંચમી વખત ટૂર્નામેન્ટ જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news