બાળપણનું સપનું પૂરૂ કરવા માટે હોંગકોંગના ક્રિકેટરે 21 વર્ષની ઉંમરે ક્રિકેટને કહ્યું ગુડબાય

હોંગકોંગના ક્રિસ કાર્ટરે પોતાનો અંતિમ મેચ એશિયા કપમાં ભારત વિરુદ્ધ રમ્યો હતો. 
 

 બાળપણનું સપનું પૂરૂ કરવા માટે હોંગકોંગના ક્રિકેટરે 21 વર્ષની ઉંમરે ક્રિકેટને કહ્યું ગુડબાય

હોંગકોંગઃ હોંગકોંગના ક્રિસ કાર્ટરે પાટલોટ બનવાના પોતાના સપનાને પૂરુ કરવા માટે ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. 21 વર્ષના કાર્ટરે 2014માં હોંગકોંગની રાષ્ટ્રીય ટીમમાં પર્દાપણ કર્યું હતું. તેણે પોતાનો અંતિમ મેચ 18 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ રમી હતી. 

11 વનડે અને 10 ટી20 મેચ રમી
21 વર્ષના વિકેટકીપર બેટ્સમેન કાર્ટરે પોતાના દેશ માટે 11 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આઈસીસીની વેબસાઇટ અનુસાર કાર્ટર હવે એડિલેડ જશે. ત્યાં તે બીજા વર્ગનો અધિકારી બનવા માટે 55 સપ્તાહની તાલિમ લેશે. 

ક્રિકેટ માટે છૂટી ગયો હતો અભ્યાસ
કાર્ટરે કહ્યું, મેં ક્રિકેટ માટે મારા અભ્યાસને રોક્યો હતો. મને લાગે છે કે આ સમય તે કરવાનો છે જે હું કરવા ઈચ્છતો હતો. મારે પાયલોટ બનવું છે. હોંગકોંગની ટીમે હાલમાં એશિયા કપમાં ભાગ લીધો હતો. જેમાં તે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. 

હોંગકોંગની ટીમને નથી વનડે ટીમનો દરજ્જો
ક્રિસ કાર્ટરની નિવૃતીનું એક કારણ હોંગકોંગનો વનડે ક્રિકેટ ટીમનો દરજ્જો છીનવાઇ જવો પણ હોઈ શકે છે. મહત્વનું છે કે, આઈસીસીએ હાલમાં હોંગકોંગ પાસેથી વનડે ક્રિકેટનો દરજ્જો પરત લઈ લીધો છે. તેનાથી ત્યાંના ક્રિકેટરોનું કેરિયર મુશ્કેલીમાં છે. હવે જ્યાં સુધી હોંગકોંગ બીજીવાર વનડે ક્રિકેટનો દરજ્જો હાસિલ ન કરે ત્યાં સુધી તેનું કેરિયર આગળ વધવું મુશ્કેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news