હોકી વિશ્વ કપઃ 27 નવેમ્બરે થશે ઉદ્ઘાટન સમારોહ, 20થી થશે ટિકિટોનું વેચાણ

હોકી વિશ્વ કપ ઉદ્ઘાટન સમારોહ માટે ટિકિટોનું ઓનલાઇન વેચાણ 20 નવેમ્બરથી શરૂ થશે. 

 હોકી વિશ્વ કપઃ 27 નવેમ્બરે થશે ઉદ્ઘાટન સમારોહ, 20થી થશે ટિકિટોનું વેચાણ

ભુવનેશ્વરઃ હોકી ઈન્ડિયા (એચઆઈ)એ રવિવારે ઓડિશા હોકી વિશ્વ કપના ઉદ્ઘાટન સમારોહ માટે ટિકિટના વેચાણની જાહેરાત કરી છે. આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન 27 નવેમ્બરે થશે અને વિશ્વ કપના જશ્ન સાથે જોડાયેલ સમારોહ 28 નવેમ્બરે બારાબતી સ્ટેડિયમ પર આયોજીત કરવામાં આવશે. વિશ્વ કપની શરૂઆત 28 નવેમ્બરથી થશે અને ટૂર્નામેન્ટ 16 ડિસેમ્બર સુધી ચાલશે. 

આ સમારોહમાં ઓડિશાની સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. હોકીના નવા ગઢ બનેલા ભુવનેશ્વરમાં ચેમ્પિયન્સ ટ્રોફી (2014), એચઆઈએચ વિશ્વ લીગ ફાઇનલ્સ (2017) બાદ હવે 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી વિશ્વકપનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં મુખ્ય-16 ટીમો ટાઇટલ માટે ટકરાશે અને તેના તમામ મેચો કલિંગા સ્ટેડિયમમાં રમાશે. 

ઓનલાઇન થશે ટિકિટોનું વેચાણ
જનતાની માંગને જોતા આ ટૂર્નામેન્ટની ટિકિટ 'ટિકિટજીની' વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઓડિશા હોકી વિશ્વકપના ઉદ્ઘાટન સમારોહમાં સંગીતકાર એ.આર.રહમાનની સાથે ઘણી બોલીવુડ હસ્તિઓ પરફોર્મ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન બંન્ને જગ્યાએ પરફોર્મ કરશે જ્યારે સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ હાજર રહેશે. 

ઉદ્ઘાટન સમાહોરની 10 હજારથી વધુ ટિકિટ વેંચાશે
ઉદ્ઘાટન સમારોહ માટે ઓનલાઇન ટિકિટ લેવાની પ્રક્રિયા 20 નવેમ્બરથી કલિંગા સ્ટેડિયમના ચાર નંબરના ગેટ પરથી શરૂ થશે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારમાં પણ તેની ટિકિટ મળશે. ભુવનેશ્વરમાં ઉદ્ઘાટન સમારોહમાં આશરે 10500 ટિકિટ વેચાણ માટે ઉપલબ્ધ છે જ્યારે 28 નવેમ્બરના કાર્યક્રમ માટે 30 હજાર ટિકિટ વેંચાશે. 

રહેમાન અને ગુલઝારે તૈયાર કર્યું છે ગીત
સંગીતકાર એ આર રહેમાન અને ગીતકાર ગુલઝારે આ વિશ્વકપનું સત્તાવાર ગીત તૈયાર કર્યું છે. જય હિંદ હિંદ, જય ઈન્ડિયા ગીતને દિગ્ગજ ગીતકાર ગુલઝારે લખ્યું છે. રહેમાને એક નિવેદનમાં કહ્યું, ભારતને હોકી રમતથી વધારે કશું બોલી શકતો નથી અને તેનાથી રોમાંચક બીજું કશું ન થઈ શકે કે વિશ્વની સૌથી મોટી ટૂર્નામેન્ટનું આયોજન આપણી ધરતી પર કરવામાં આવી રહ્યું છે. ભુવનેશ્વરમાં 2018 ઓડિશા હોકી પુરૂષ વિશ્વ કપ. ગુલઝાર સાહેબ અને મેં વિશ્વકપ પર ગીત તૈયાર કર્યું છે. આ રોમાંચક કરવાની સાથે પ્રેરિત પણ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news