હોકી વર્લ્ડ કપ 2018: ઉદ્ધાટન સમારહોમાં માધુરી કરશે પરફોર્મન્સ, બધી જ ટિકિટ વેચાઇ ગઇ

હોકી વર્લ્ડ કપ 2018ને કલિંગા સ્ટેડિયમમાં યોજાવનારા ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટનું થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું.

હોકી વર્લ્ડ કપ 2018: ઉદ્ધાટન સમારહોમાં માધુરી કરશે પરફોર્મન્સ, બધી જ ટિકિટ વેચાઇ ગઇ

નવી દિલ્હી: હોકી વર્લ્ડ કપ 2018ના ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટ થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સમારોહ મંગળવારે (27 નવેમ્બર) કલિંગા સ્ટેડિયમમાં થશે. જેમાં અભિનેત્રી માધુરી દિક્ષિત નેને અને સંગીતકાર એઆર રહમાનનું પરફોર્મન્સ પર જોવા મળશે. આ ઉપરાંત અન્ય બોલિવુડના કલાકારો તેમાં ભાગ લેશે. હોકી વર્લ્ડ કપના 14મું સંસ્કરણ 28 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે આયોજીત કરવામાં આવ્યું છે.

ઉદ્ધાટન સમારોહની બધી ટિકિટનું વેચાણ
હોકી વર્લ્ડ કપ 2018ને કલિંગા સ્ટેડિયમમાં યોજાવનારા ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટનું થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સાથે-સાથે 28 નવેમ્બરે કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાવનારી પ્રથમ મેચની પણ બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. ટિકિટોની વધતી માંગને જોઇ આ ઉદ્ધાટન સમારોહ અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચની મંગળવારે ટિકિટોનું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા જ કલાકોમાં બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. ઉદ્ધાટન સમારોહની ઓનલાઇન ટિકિટ ફરીથી ગુરૂવારે કલિંગા એટલેટિક્સ સ્ટેડિયમમાં, જયારે કટકમાં યોજાવનારી પ્રથમ મેચની ટિકિટના વેચાણ કેન્દ્રની જાહેરાત પછી કરવામાં આવશે.

‘મધર અર્થ’નો રોલ કરશે માધૂરી
હોકી વર્લ્ડ કપના ઉદ્ધાટન સમારોહ એક સંયુકત વિશ્વ શક્તિના સંદેશને રેખાંકિત કરશે. આ સંદેશને પ્રસ્તુત કરવા માટે સમારોહમાં ‘ધ અર્થ સોન્ગ’ થિએટ્રિકલ પ્રોડક્શન અને ડાંસ કરવામાં આવશે. ધ અર્થ સોન્ગની થીમ માનવતાની એકતા છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે નુપુર મહાજન દ્વારા નિર્મિત, લેખીત અને નિર્દેશન આ પ્રોડક્શનમાં માધુર દિક્ષિત મુખ્ય રોલ મધર અર્થના રુપમાં જોવા મળશે. તે દરમિયાન 1100 કલાકાર માધુરીનો સાથે આપશે. 40 મિનિટની પ્રસ્તુતિ દરમિયાન પાંચ એક્ટ દખાડવામાં આવશે. જેનું નૃત્ય નિર્દેશન શ્યામક ડાવર કરી રહ્યાં છે. રંજીત બરોટે મુળ સંગીતને રચ્યું છે.

ભારતની પ્રથમ મેચ 28 નવેમ્બરે
મેજબાન ભારતની ટીમ ગ્રૂપ સીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા અને કેનેડાની ટીમ પણ છે. ગ્રુપની ટોપ 2 ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતની પહેલી મેચ 28 નવેમ્બર દક્ષિણ આફ્રિકાની સાથે થશે. ત્યારબાદ ભારતીય ટીમ બે ડિસેમ્બરે બેલ્જિયમની સામે મેચ રમશે. મેજબાન ટિમની છેલ્લી મેચ કેનેડામાં 8 ડિસેમ્બરે થશે. ગ્રુપ Aમાં અર્જેટીના, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને ફ્રાંસની ટીમ શામેલ છે. ગ્રૂપ બીજીમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને ચીનની ટીમ છે. ગ્રુપ ડીમાં નેધરલેન્ડ, જર્મની, મલેશિયા અને પાકિસ્તાનની ટીમ છે.
(ઇનપુટ:આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news