'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી, પોન્ટિંગ નવું નિશાન
રોહિત શર્મા(Rohit Sharma) વન ડે ક્રિકેટમાં(One Day Cricket) સૌથી વધુ સદી ફટકારવાની બાબતે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે. તેના કરતાં વધુ સદી માત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી(Virat Kohli) અને રિકિ પોન્ટિંગની(Riki Ponting) છે. સચિન તેંડુલકરના નામે વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. વિરાટ કોહલીની 43 સદી છે અને રિકી પોન્ટિંગ 30 સદી સાથે ત્રીજા નંબરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ 'હિટમેન' રોહિત શર્માએ (Rohit Sharma) વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ મેચની નિષ્ફળતાની ભરપાઈ બીજી મેચમાં સદી ફટકારીને કરી હતી. તેણે વિશાખાપટ્નમમાં રમાઈ રહેલી મેચમાં 107 બોલમાં સદી પુરી કરી હતી અને 138 બોલમાં 159 રનની ઈનિંગ્સ રમી હતી. રોહિતની વન ડે કારકિર્દીની આ 28મી સદી છે. તેણે આ ઈનિંગ્સ સાથે જ સૌથી વધુ સદી ફટકારવાની બાબતે દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાને (Hashim Amla) પાછળ પાડી દીધો છે અને હવે પોન્ટિંગ(Ponting) નિશાન પર છે.
રોહિત શર્માએ(Rohit Sharma) કે.એલ. રાહુલ (K L Rahul) સાથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 227 રન ફટકાર્યા હતા. રોહિત શર્માની(Rohit Sharma) આ 220મી વન ડે છે. તેણે આ મેચમાં 28 સદી ફટકારી છે અને તેની સાથે જ હાશિમ અમલાને(Hashim Amla) પાછળ રાખી દીધો છે. હાશિમ અમલાના નામે વન ડેમાં 27 સદી છે. આ ઉપરાંત વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવાની બાબતે રોહિત શ્રીલંકાના સનથ જયસૂર્યા (28 સદી)ની(Sanath Jaiysurya) બરાબરમાં આવી ગયો છે. હવે તેના નિશાન પર રિકી પોન્ટિંગ(Riki Ponting) છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે વન ડે ક્રિકેટમાં 30 સદી ફટકારી છે.
આ સાથે જ રોહિત શર્મા(Rohit Sharma) વન ડે ક્રિકેટમાં(One Day Cricket) સૌથી વધુ સદી ફટકારવાની બાબતે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે. તેના કરતાં વધુ સદી માત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી(Virat Kohli) અને રિકિ પોન્ટિંગની(Riki Ponting) છે. સચિન તેંડુલકરના નામે વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. વિરાટ કોહલીની 43 સદી છે અને રિકી પોન્ટિંગ 30 સદી સાથે ત્રીજા નંબરે છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે