Shubman Gill ના પ્રેમમાં ફીદા થઇ Sara Tendulkar? આ કારણના લીધે જગ જાહેર થઇ ગયો પ્રેમ!

ટીમ ઇન્ડીયાના યુવા ખેલાડી શુભમન ગિલ (Shubman Gill) ઇજાના લીધે ઇંગ્લેંડ સીરીઝથી બહાર થઇ ગયા છે. ગિલ જેટલા ફેમસ પોતાની બેટીંગના લીધે છે એટલા જ પોતાના લુક્સના લીધે પણ છે.

Shubman Gill ના પ્રેમમાં ફીદા થઇ Sara Tendulkar? આ કારણના લીધે જગ જાહેર થઇ ગયો પ્રેમ!

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના યુવા ખેલાડી શુભમન ગિલ (Shubman Gill) ઇજાના લીધે ઇંગ્લેંડ સીરીઝથી બહાર થઇ ગયા છે. ગિલ જેટલા ફેમસ પોતાની બેટીંગના લીધે છે એટલા જ પોતાના લુક્સના લીધે પણ છે. શુભમન ગિલ (Shubman Gill) ના રિલેશનશિપ સ્ટેટસને લઇને મોટાભાગે લોકો વચ્ચે ખૂબ ચર્ચા થાય છે. સચિઅન તેંડુલકર (Sachin Tendulkar) ની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) સાથે જોડવામાં આવે છે. 

શુભમન ગિલની બહને ફોલો કરે છે સારા
શુભમન ગિલ (Shubman Gill) અને સારા તેંડુલકર (Sara Tendulkar) ઇંસ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહી આ બંને એકબીજાના પરિવારને પણ ફોલો કરે છે. જો શુભમન ગિલ, સારાના પરિવારના સભ્યોને ફોલો કરે છે, તો આ વાત ચોંકાવનારી નથી. પરંતુ સારાનું શુભમનની બહેનોને ફોલો કરવું બીજી તરફ ઇશારો કરે છે. સાર ઇંસ્ટાગ્રામ પર ગિલની બહેન સેહનિલ ગિલને ફોલો કરે છે. 

આ રીતે ઉડ્યા હતા અફેરના સમાચાર
ભલે જ અત્યાર સુધી બંને પોતાના સંબંધો પર કંઇ ટિપ્પણી કરતા ન હોય પરંતુ આ બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર કંઇક ને કંઇક કોમેન્ટ કરે છે. બંનેના અફેરના સમાચાર પણ આ રીતે જ ઉડ્યા હતા. આ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. 

શુભમને કર્યો હતો આ ખુલાસો
તાજેતરમાં જ સારા તેંડુલકર (Sara Tendulkar) અને ક્રિકેટર શુભમન ગિલ (Shubman Gill) ની ડેટિંગની ચર્ચા થઇ રહી છે. જોકે ગિલે થોડા દિવસો પહેલાં દાવો કર્યો હતો કે તે સિંગલ છે. ગિલએ ઇંસ્ટાગ્રામ પર લોકોની સાથે એક સવાલ જવાબ સેશન કરી પોતે સિંગલ હોવા વિશે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news