Ahmedabad માં 3થી 11 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના રહેશે બંધ, પર્યુષણને ધ્યાનમાં રાખી મનપાનો નિર્ણય

સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ રહેલા પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. 
 

Ahmedabad માં 3થી 11 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના રહેશે બંધ, પર્યુષણને ધ્યાનમાં રાખી મનપાનો નિર્ણય

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ આગામી સમયમાં જૈન સમાજના પર્યુષણની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં આગામી 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો 16 સપ્ટેમ્બરે દિગમ્બર સમાજના ઉત્સવ પર પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

પર્યુષણ પર્વ પર કતલખાના બંધ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન તમામ કતલખાના બંધ રહેશે. આ દરમિયાન જૈન સમાજ દ્વારા પર્યુષણની ઉજવણી કરવામાં આવશે. તો 16 સપ્ટેમ્બરના રોજ દિગમ્બર સમાજના ઉત્સવના દિવસે પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

કોર્પોરેશનના વધુ એક અધિકારીની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદ કોર્પોરેટરમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્ય સામે ઠપકા દરખાસ્ત કરવા માટે કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરી છે. શહેરમાં રોગચાળો વકર્યો છે, પરંતુ અધિકારી મેહુલ આચાર્ય ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યુ કે, અધિકારી ફોન ન ઉપાડે તે વાત ચલાવી લેવામાં આવશે નહીં. ચેરમેન હિતેશ બારોટે કહ્યુ કે, રોગચાળો વકર્યે છે ત્યારે ફોન ન ઉપાડનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news