સેલિબ્રિટી પોલિટિક્સ પર JNUના વાઈસ ચાન્સેલરે ઉઠાવ્યો સણસણતો સવાલ...

એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જેએનયુ જવા પર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમ. જગદીશ કુમારે સવાલ ઉઠાવ્યા છે. JNUના વાઈસ ચાન્સેલરે સવાલિયા લહેકામાં કહ્યું કે, પ્રદર્શનકારીઓના પક્ષમાં મહાનુભાવો કેમ ઉભા રહ્યાં. વીસીએ કહ્યું કે, એ હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શું, જેઓ તેમના અધિકારથી વંચિત રહી ગયા છે.
સેલિબ્રિટી પોલિટિક્સ પર JNUના વાઈસ ચાન્સેલરે ઉઠાવ્યો સણસણતો સવાલ...

નવી દિલ્હી :એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જેએનયુ જવા પર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમ. જગદીશ કુમારે સવાલ ઉઠાવ્યા છે. JNUના વાઈસ ચાન્સેલરે સવાલિયા લહેકામાં કહ્યું કે, પ્રદર્શનકારીઓના પક્ષમાં મહાનુભાવો કેમ ઉભા રહ્યાં. વીસીએ કહ્યું કે, એ હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શું, જેઓ તેમના અધિકારથી વંચિત રહી ગયા છે.

રાજનીતિમાં જેનો સૂર્ય અસ્ત થઈ ગયો છે તે રાજ ઠાકરેને મળ્યા ફડણવીસ, બંધ બારણે શું ખીચડી રંધાઈ?

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મંગળવારે દિલ્હીના જેએનયુ કેમ્પસમાં વામપંથી વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સામેલ થઈ હતી. આ દરમિયાન કન્હૈયા કુમાર અને જેએનયુ વિદ્યાર્થી સંઘની આધ્યક્ષ આઈશી ઘોષ મંચ પર હાજર રહી હતી. દીપિકા ત્યાં અંદાજે 10 મિનીટ સુધઈ ઉભી રહી હતી, પરંતુ ત્યાં તેણે કોઈ પણ વિદ્યાર્થીની સંબોધિત કર્યું ન હતું. જોકે, દીપિકાની હાજરીમાં ત્યા આઝાદીના જોરદાર નારા લાગ્યા હતા. પરંતુ દીપિકાએ પ્રદર્શન કે  JNU સાથએ જોડાયેલી કોઈ પણ બાબત પર ટિપ્પણી ન કરી. આમ તો, દીપિકાની ફિલ્મ છપાક શુક્રવારે રિલીઝ થવાની છે. 

ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...

જેએનયુના વીસી જગદીશ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું પ્રદર્શનકારીઓના પક્ષમાં ઉભી રહેનારી તમામ હસ્તીઓને પૂછવા માંગુ છું કે, એ હજારો શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શુ, જેઓને તેમનો મૂળ કાર્ય એટલે કે રિસર્ચ અને અભ્યાસથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. તમે તેમના પક્ષમાં કેમ ઉભા રહી શક્તા નથી. હજારો વિદ્યાર્થીઓ નવા સેમેસ્ટર માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. કેટલીક એવી અફવાઓ પણ આવી રહી છે કે, યુનિવર્સિટી બંધ થવાની છે. જેએનયુ અને માનવ સંશાધન વિકાસ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યાં છે. અમે સામાન્ય શૈક્ષણિક પ્રક્રિયા ઈચ્છીએ છીએ. કેટલાક વિદ્યાર્થી હિંસાત્મક વ્યવહાર કરી રહ્યાં છે. કોઈ પણ પ્રદર્શન શાંતિપૂર્વક થવુ જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, પ્રદર્શનકારી પોતાનો ચહેરો કેમ ઢાંકી રહ્યાં છે. અમારા ચીફ પ્રોક્ટર તમામ એન્ગલથી તપાસ કરી રહ્યાં છે અને તેઓ અનુશાસનાત્મક કાર્યવાહી કરશે. પોલીસ ટીમ આવી હતી. અમે હિંસા સંબંધિત તમામ વીડિયો, ફોટોઝ તેઓને સોંપી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news