IPL 2023: પંડ્યાએ 38 વર્ષના ખેલાડીનું કરિયર બચાવ્યું, પછી તો મેચમાં આ ખેલાડીએ પણ રંગ રાખ્યો

IPL 2023 Gujurat Titans vs Chennai Super Kings: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023ની શરૂઆત જીત સાથે કરી. ટીમે સીઝનની પહેલી મેચમાં જ ચેન્નાઈ સુપરકિંગ્સને 5 વિકેટથી હરાવી દીધુ. હાર્દિક પંડ્યાએ આ મેચની શરૂઆતમાં જ એક એવો મોટો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધો.

IPL 2023: પંડ્યાએ 38 વર્ષના ખેલાડીનું કરિયર બચાવ્યું, પછી તો મેચમાં આ ખેલાડીએ પણ રંગ રાખ્યો

IPL 2023 Gujurat Titans vs Chennai Super Kings: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023ની શરૂઆત જીત સાથે કરી. ટીમે સીઝનની પહેલી મેચમાં જ ચેન્નાઈ સુપરકિંગ્સને 5 વિકેટથી હરાવી દીધુ. હાર્દિક પંડ્યાએ આ મેચની શરૂઆતમાં જ એક એવો મોટો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધો. તેણે ટીમમાં 38 વર્ષના એક એવા ખેલાડીને જગ્યા આપી કે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. 

પંડ્યાએ બચાવ્યું કરિયર
હાર્દિક પંડ્યાએ સીઝનની પહેલી મેચમાં એક મોટો નિર્ણય લીધો અને ટીમમાં વિકેટકીપર બેટર એવા 38 વર્ષના ઋદ્ધિમાન સાહાને જગ્યા આપી. ઋદ્ધિમાન સાહા લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને હવે તેમની વાપસીની આશા બહુ ઓછી છે. એવું માનવામાં આવતું હતું કે આ સીઝનમાં તેઓ બેન્ચ પર જોવા મળી શકે છે. પરંતુ પંડ્યાએ ઋદ્ધિમાન સાહા પર ભરોસો જતાવ્યો ને ઓપનિંગની જવાબદારી સોંપી હતી. 

કેપ્ટનનો ભરોસો પણ જીત્યો
ઋદ્ધિમાન સાહાએ પણ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. વિકેટની પાછળ ઋદ્ધિમાન સાહાએ કમાલનું પ્રદર્શન કર્યું. જ્યારે ઓપનર તરીકે રમતા 16 બોલમાં તાબડતોબ 25 રન કર્યા. આ ઈનિંગમાં ઋદ્ધિમાન સાહાના બેટમાંથી 2 ચોગ્ગા અને 2 છગ્ગા પણ જોવા મળ્યા. ઋદ્ધિમાન સાહાનું આ પ્રદર્શન આવનારી મેચોમાં પણ તેમને પ્લેઈિંગ 11માં જગ્યા અપાવી શકે છે. 

IPL 2022 માં કર્યું હતું સારું પ્રદર્શન
ઋદ્ધિમાન સાહાએ ભારતીય ટીમ માટે 40 ટેસ્ટ અને 9 વનડે મેચ રમી છે.  આઈપીએલ 2022 સીઝનમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલમાં ડેબ્યુ કર્યુ અને ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ટીમ માટે શુભમન ગિલ સાથે એક ઓપનિંગ બેટરની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. જેમાં તેણે 11 મેચમાં 3 અડધી સદી સહિત 317 રન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news