લાઇટ બિલ જોઈને હરભજન સિંહનો પરસેવો છૂટ્યો, કંપનીને પૂછ્યું- આખા પાડોશનું જોડી દીધું?

ક્રિકેટર હરભજન સિંહ પોતાનું લાઇટ બિલ જોઈને ચોંકી ગયો છે. ભજ્જીએ વીજ કંપનીને ટેગ કરતા ટ્વીટર પર આ બિલની વિગતો શેર કરી છે. તેણે પૂછ્યું કે શું આખા પાડોશનું બિલ મારા બિલમાં જોડી દીધું છે?

લાઇટ બિલ જોઈને હરભજન સિંહનો પરસેવો છૂટ્યો, કંપનીને પૂછ્યું- આખા પાડોશનું જોડી દીધું?

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh) ભલે ક્રિકેટ મેદાન પર ખુદ 'દુસરા' ફેંકવામાં માહેર હોય. પરંતુ આ વખતે મુંબઈની વીજળી કંપનીએ તેને 'દુસરા' ફેંક્યો છે. હકીકતમાં ભજ્જી આ વખતે પોતાના મુંબઈના ઘરનું લાઇટ બિલ જોઈને ચોંકી ગયો છે. તેણે ટ્વીટર પર જણાવ્યું કે, આ સામાન્યથી 7 ગણું આવ્યું છે. 

લૉકડાઉન બાદથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વીજ ગ્રાહકોની ખુબ ફરિયાદો આવી રહી છે કે વીજળી કંપનીઓ અહીં પોતાના મન પ્રમાણે બિલ મોકલી રહી છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ પોતાના બિલને લઈને સોશિયલ મીડિયા પર વીજ વિતરણ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, જેમાં હવે હરભજન સિંહ પણ સામેલ થઈ ગયો છે. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) July 26, 2020

હરભજને પોતાના ટ્વીટમાં ચોંકાવનાર ત્રણ ઇમોજી બનાવતા અદાણી ઇલેક્ટ્રીસિટી મુંબઈને ટેગ કરતા લખ્યું- આટલું બિલ આખા પાડોશનું લગાવી દીધું શું?' ત્યારબાદ ભજ્જીએ આ વીજળી કંપની તરફથી આવેલા બિલ વાળા મેસેજને પોસ્ટ કરતા લખ્યુ- નોર્મલ બિલથી 7 ગણું વધુ? વાહ'

16 વર્ષ બાદ મોહમ્મદ કેફે ભારતના આ ખેલાડીની માગી માફી, જાણો કારણ

આ પોસ્ટ પ્રમાણે ભજ્જીનું 33,900 રૂપિયા બિલ છે. ભજ્જી તેને સાત ગણું વધુ જણાવી રહ્યો છે એટલે કે તેનું મહિનાનું બિલ આશરે 4500-5000 રૂપિયા વચ્ચે આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news