Harbhajan Singh: હરભજન સિંહે ફેન્સને આપ્યો મોટો ઝટકો, લીધો આ ચોંકાવનારો નિર્ણય

દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 

Harbhajan Singh: હરભજન સિંહે ફેન્સને આપ્યો મોટો ઝટકો, લીધો આ ચોંકાવનારો નિર્ણય

નવી દિલ્હી: દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. આ સાથે જ તેની 23 વર્ષની કરિયરનું સમાપન થયું. 

41 વર્ષના હરભજન સિંહે લખ્યું કે તમામ સારી ચીજો ખતમ થઈ જાય છે અને આજે હું ખેલમાંથી વિદાય લઉ છું. જેણે મને જીવનમાં બધુ આપ્યું છે, હું તે તમામનો આભાર માનવા ઈચ્છું છું. જેમણે આ 23 વર્ષ લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવી, તમારો હ્રદયપૂર્વક આભાર. હરભજન સિંહ આગામી આઈપીએલ સીઝન માટે કોઈ એક ટીમ સાથે કોચ કે મેન્ટર તરીકે જોડાઈ શકે છે. હરભઝન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી20માં રમી હતી. હરભજન ગત આઈપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021

ઓફ સ્પિનર હરભજન સિંહે ગત આઈપીએલમાં ફક્ત 3 મેચ રમી હતી જેમાંથી તેને એક પણ મેચમાં સફળતા મળી નહતી. રિપોર્ટ્સ મુજબ હરભજન સિંહ કોઈ પણ આઈપીએલ ટીમ સાથે કોચ કે મેન્ટરની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ આઈપીએલની મેગા ઓક્શનમાં ટીમ માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હરભજન આ અગાઉ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળ્યો હતો. 

ટેસ્ટ ક્રિકેટમાં બનાવી હતી હેટ્રિક
ટર્બનેટરના નામથી જાણીતા હરભજન સિંહની ગણતરી દિગ્ગજ ઓફ સ્પીનર્સમાં થાય છે. હરભજન સિંહે પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને અનેક મેચો જીતાડી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2001માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં હેટ્રિક પણ લીધી હતી. હરભજન તે સમયે ફક્ત 21 વર્ષનો હતો અને તે મેચ બાદ હરભજન સિંહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો હતો. 

લેગ સ્પિનર અનિલ કુંબલે સાથે તેની જોડીએ ટીમ ઈન્ડિયા ઈન્ડિયાને અનેક ઐતિહાસિક જીત અપાવી છે. 2000થી લઈને 2010 સુધી હરભજન સિંહ અને કુંબલેની જોડીએ જ ભારતીય સ્પિનનો મોરચો સંભાળેલો હતો. 

હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય કરિયર
કુલ ટેસ્ટ- 103,  વિકેટ - 417
કુલ વનડે: 236, વિકેટ: 269
કુલ ટી-20: 28, વિકેટ: 25

હરભજન સિંહની પહેલી અને છેલ્લી મેચ
પ્રથમ ટેસ્ટ: વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 1998
છેલ્લી ટેસ્ટ: વિરુદ્ધ શ્રીલંકા, 2015

પહેલી વનડે: વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 1998
છેલ્લી વનડે: વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2015

પહેલી ટી20- વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2006
છેલ્લી ટી20: વિરુદ્ધ UAE, 2016

આઈપીએલ કરિયર
કુલ મેચ:  163 વિકેટ: 150

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news