Virat Kohli અને Rohit Sharma સહિત આ દિગ્ગજોએ પાઠવી Republic Day 2021 ની શુભેચ્છા

રમતગમતની અનેક હસ્તીઓએ પણ 26 જાન્યુઆરીએ દેશનો રંગ રંગાયા છે. ટોચના ક્રિકેટરો સહિત ઘણા સ્પોર્ટ્સ જાયન્ટ્સે શુભેચ્છા પાઠવી છે.

Virat Kohli અને Rohit Sharma સહિત આ દિગ્ગજોએ પાઠવી Republic Day 2021 ની શુભેચ્છા

નવી દિલ્હી: સમગ્ર દેશ આજે 72મો પ્રજાસત્તાક દિવસ (Republic Day 2021) ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગને દેશવાસીઓ દર વર્ષે ઉજવણી કરે છે. રમતગમતની અનેક હસ્તીઓએ પણ 26 જાન્યુઆરીએ દેશનો રંગ રંગાયા છે. ટોચના ક્રિકેટરો સહિત ઘણા સ્પોર્ટ્સ જાયન્ટ્સે શુભેચ્છા પાઠવી છે.

Ajinkya Rahane on Republic Day 2021

અજિંક્ય રહાણે
ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતાડનાર અજિંક્ય રહાણેએ (Ajinkya Rahane) બ્રિસબેન ટેસ્ટની (Brisbane Test) તિરંગા યાત્રાની તસવીર શરે કરતા લખ્યું, તમામને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ.

Rohit Sharma on Republic Day 2021

રોહિત શર્મા
ટીમ ઇન્ડિયાના (Team India) ઓપનિંગ બેસ્ટમેન રોહિત શર્માએ (Rohit Sharma) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, ભારત માટે ગર્વ, પ્રેમ અને જુસ્સો. તમામને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ.

Sachin Tendulkar on Republic Day 2021

સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે (Sachin Tendulkar) તેમના મેસેજમાં કહ્યું, તમામને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આશા કરું છું કે, જે મહાન સિદ્ધાંતો પર આપણા દેશનો પાયો રાખવામાં આવ્યો છે, તે આપણને હમેશાં પ્રેરિત કરતા રહે.

Saina Nehwal on Republic Day 2021

સાઈના નેહવાલ
ભારતીય સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલે (Saina Nehwal) કહ્યું, આન દેશ કી, શાન દેશ કી, દેશ કી હમ સંતાન હૈ. તીન રંગો સે રંગા તિરંગા, અપની યે પહચાન હૈ. હમ ઉસ દેશ કે ફૂલ હૈ યારો, જિસ દેશ કા નામ હિંદુસ્તાન હૈ. દેશ ભક્તો કે બલિદાન સે સ્વતંત્ર હુએ હૈ હમ. કોઈ પૂછે કોન હો તો ગર્વ સે કહેંગે ભારતીય હૈ હમ. જય હિન્દ તમામને પ્રજાસત્તાક દિવસની શૂભેચ્છાઓ.

Virat Kohli on Republic Day 2021

વિરાટ કોહલી
વિરાટ કોહલીએ (Virat Kohli) ટ્વિટર પર લખ્યું, આપણું ભવિષ્ટ આ વાત પર નિર્ભર કરે છે કે, આપણે આજે શું કર્યું. આવો આપણે આપણા દેશની શક્તિ બનીએ અને તે ઉંચાઈઓ પર પહોંચવામાં મદદ કરીએ. તમામને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. જય હિંદ.

Yuvraj Singh on Republic Day 2021

યુવરાજ સિંહ
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) કહ્યું, આ વિવિધતામાં પણ એકતાવાળા દેશને રિપ્રેઝેન્ટ કરવું મારા જીવન માટે સૌથી મોટું સન્માન છે. હું ક્યાંય પણ રહૂં, તિરંગાને જોઇ હું દિલથી ગર્વ અનુભવીશ. આશા કરું છું કે, આપણે લોકો ભારતને નવી ઉંચાઈઓ સુધી લઈ જઈ શકીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news