કેન વિલિયમસનનો ખુલાસો, ખેલાડી હજુ પણ વિશ્વકપ ફાઇનલ વિશે વિચારી રહ્યાં છે અને....

કેન વિલિયમસને કહ્યું કે, તેની ટીમના ખેલાડી હજુ પણ વિશ્વ કપ 2019ની ફાઇનલ વિશે વિચારે છે અને તેનો અર્થ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. 
 

કેન વિલિયમસનનો ખુલાસો, ખેલાડી હજુ પણ વિશ્વકપ ફાઇનલ વિશે વિચારી રહ્યાં છે અને....

નવી દિલ્હીઃ 14 જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લંડનના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચ રમાઇ હતી. આ વિશ્વ કપ ફાઇનલ મુકાબલાને કોઈ પણ ભૂલી શકશે નહીં. જો વાત ન્યૂઝીલેન્ડની ટીમની કરીએ તો તે હજુ પણ આ વિશે વિચારે છે. આ વાતનો ખુલાસો કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસને કર્યો છે. 

કેન વિલિયમસને કહ્યું કે, તેની ટીમના ખેલાડી હજુ પણ વિશ્વ કપ 2019ની ફાઇનલ વિશે વિચારે છે અને તેનો અર્થ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આશરે બે મહિના પહેલા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વ કપની 12મી સિઝનની ફાઇનલ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ રહી પરંતુ ઈંગ્લેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટના આધારે જીત મળી હતી. 

હ્રદય ધ્રુજાવી દેનારી હાર પર કેન વિલિયમસને કહ્યું, 'આ એક એવી વાત છે કે જો કોઈ દિવસ કરવામાં આવે તો ખેલાડી તેના વિશે વિચારવા લાગે છે અને વિચારે છે કે અત્યારની જ વાત છે. મેચને તે વાતની ક્રેડિટ જાય છે કે અમે તેમાં સામેલ હતા અને જે પ્રકારે પરિણામ આવ્યું તે ક્યારેય ન ભૂલનારૂ હતું. ફાઇનલમાં કેટલિક વસ્તુ એવી હતી, જેના વિશે ખેલાડી દરેક સમય વાત કરતા રહેશે.'

ઉલ્લેખનીય છે કે આ ફાઇનલ મેચની અંતિમ ઓવરનો એક નિર્ણય ખુબ ચર્ચામાં રહ્યો, જ્યારે માર્ટિન ગુપ્ટિલનો થ્રો બેન સ્ટોક્સના બેટથી ટકરાયને ચાર રન માટે બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. બાદમાં અમ્પાયર અને આઈસીસીએ તેના પર સ્પષ્ટતા કરવી પડી હતી અને જણાવ્યું હતું કે મેચ દરમિયાન કરવામાં આવેલા નિર્ણય પર સવાલ ન કરી શકાય, કારણ કે આ પ્રકારના ઓવરથ્રોમાં થર્ડ અમ્પાયરની કોઈ ભૂમિકા હોતી નથી. 

ખુદ કીવી કેપ્ટન કેન વિલિયમસન પણ અમ્પાયરોની ટીકા કરતો નથી. કેન વિલિયમસને આઈસીસી ક્રિકેટ 360 સાથે વાત કરતા કહ્યું કે, 'શંકા વગર આ મેચ તે મુકાબલામાંથી એક હતી, જેના વિશે ભૂતકાળનું જ્યારે પણ વિચારવામાં આવશે તો જાણવા મળશે કે અમે તે મેચમાં સામેલ હતા. પરંતુ, જો તમે વિશ્વ કપ જીતો તો તમારા માટે આ ખાસ ક્ષણ બની જાય છે.'

ફાઇનલ મુકાબલા બાદ કીવી કેપ્ટન કેન વિલિયમસનની ખુબ પ્રશંસા થઈ હતી. આ કારણ હતું કે ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસનને ન્યૂઝીલેન્ડ ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. 29 વર્ષીય કેને કહ્યું કે, જ્યારે અમે ફાઇનલ રમીને સ્વદેશ પરત ફર્યા તો અમને ઘણું સમર્થન મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news