IPL 2022 Gujarat Titans: ગુજરાત ટીમે IPL 2022 માં આ ટીમોના કર્યા હાલ બેહાલ, પ્લેઓફમાં જગ્યા બનાવવા કરી રહી છે સંઘર્ષ

Mumbai Indians Gujarat Titans: ઇન્ડિયન પ્રિમયર લીગ 2022 સીઝનમાં ગુજરાતની ટીમે આઇપીએલ ખિતાબ જીતનાર ટીમોના હાલ બેહાલ કર્યા છે. તો બીજી તરફ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડ્સ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

IPL 2022 Gujarat Titans: ગુજરાત ટીમે IPL 2022 માં આ ટીમોના કર્યા હાલ બેહાલ, પ્લેઓફમાં જગ્યા બનાવવા કરી રહી છે સંઘર્ષ

Mumbai Indians Gujarat Titans: ઇન્ડિયન પ્રિમયર લીગ 2022 દર્શકો માટે રોમાચંક રહી છે. ત્યારે આઇપીએલની આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમે તમામ ટીમોને પછાળી આગળ નીકળી ગઈ છે. આઇપીએલ 2022 ની સીઝન હાલ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. ત્યારે આ સીઝનમાં ગુજરાતની ટીમે આઇપીએલ ખિતાબ જીતનાર ટીમોના હાલ બેહાલ કર્યા છે. 

આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ નવી બે ટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, ગુજરાત ટાઈટન્સ સામે આ સીઝનમાં 11 આઇપીએલના ખિતાબ જીતનાર ટીમો ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી સીઝન વિજેતા ટીમો પણ સામેલ છે. આઇપીએલ 2022 માં મુંબઇ ઇન્ડિયન્સે સતત 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમનો કોઈપણ ખેલાડી ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નથી. મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ 2022 ના પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ પાંત વખત આઇપીએલ ખિતાબ જીતી ચૂકી છે.

તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર વખત આઇપીએલ ખિતાબ જીતી ચૂકી છે. પરંતુ આઇપીએલની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. જે બાદ આ સીઝનમાં ચેન્નાઈની ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે. જો કે, રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં સતત ટીમની નિષ્ફળતાને કારણે સીઝન વચ્ચે જ કેપ્ટનશીપ છોડી દીધી અને ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની ફરી કેપ્ટન બન્યો. ટીમમાં સ્ટાર બોલરનો અભાવ હતો, જેઓ તેમને મેચ જીતાડી શકતા હતા. આ ઉપરાંત શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડ્સ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

કોલકાતાએ 10 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત હાંસલ કરી છે. જો કે, ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કોલકાતાએ બે વખત આઇપીએલ ખિતાબ પણ જીત્યો છે. જો કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ આઇપીએલ 2022 માં સામેલ કરવામાં આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઈટન્સે 10 માંથી 8 મેચ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં ટોપ પર જોવા મળી રહી છે. ગુજરાત ટાઈટન્સ પાસે મેચ વિનર્સ પ્લેયર છે. જે ટીમને આઇપીએલ 2022 ના ખિતાબ નજીક લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news