Ultimate Kho Kho: ગુજરાત જાયન્ટ્સની સીઝનમાં પ્રથમ હાર, છતાં ટેબલમાં ટોપ પર ટીમ
ગુજરાત જાયન્ટ્સ અલ્ટીમેટ ખો -ખોની સીઝન-૧માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને રેડ હોટ ફોર્મમાં આવી ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતે ચારમાંથી ત્રણ મેચ જીતીને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રજન શેટ્ટીની આગેવાનીમાં ગુજરાતે કરેલા શાનદાર પ્રદર્શનથી ટીમ હાલમાં ૧૦ પોઇન્ટ સાથે ટોપ પર છે.
Trending Photos
પુણેઃ ઓડિશા જગરનોટ્સએ રવિવારે મહાલુંગે સ્થિત શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાઈ રહેલી અલ્ટીમેટ ખો-ખોની સીઝન - ૧માં પોતાના ચોથા મુકાબલામાં ટેબલ ટોપર ગુજરાતને ૫૦-૪૭ થી હરાવ્યું. આ ત્રણ મેચો પછી ગુજરાતની પ્રથમ હાર છે. આ હાર છતાંય ગુજરાત ૬ ટીમોની લીસ્ટમાં ૧૦ અંકોની સાથે પ્રથમ સ્થાન પર બની રહી છે.જ્યારે ઓડિશા ટીમ બીજા સ્થાન પર પહોંચી ગઈ છે, તેના ત્રણ જીતની સાથે ૯ અંક છે.
ઓડિશા માટે સુભાશિષ છાત્રાએ ચાર ખેલાડીને આઉટ કરીને સૌથી વધુ ૧૦ અંક મેળવ્યા જ્યારે મિલિંદ ચાવરેકરએ સાત અંક બનાવ્યા. સુરજ લાંડે અને ગૌતમ એમ.કેના નામે પાંચ -પાંચ અંક રહ્યા હતા. દિલીપે મેટ પર ૩ મિનિટ ૩૩ સેકન્ડ અને વિશાલે ૩ મિનિટ ૪ સેકન્ડનો સમય પસાર કર્યો. આ બંનેએ ટીમે કુલ પાંચ બોનસ અપાવ્યા. ગુજરાત માટે અનિકેત પોટે ૯, સૂરજ ગરગટે 8 અને અભિનંદન પાટીલે 6 અંક મેળવ્યા.
ઓડિશા જગરનોટ્સએ ટોસ જીતીને પહેલા ડિફેન્સ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે પ્રથમ દાવના પ્રથમ ટર્નમાં ૨ મિનિટ ૧ સેકન્ડમાં પહેલી બેચને આઉટ કરીને ૯ અંકની લીડ લઈ લીધી હતી. બીજી બેચમાં સમાવેશ વિશાલે ઓડિશાને ૪ બહુમૂલ્ય બંધ બોનસ અંક અપાવ્યા, પણ તેમના આઉટ થવાની સાથે ગુજરાતને ૧૮-૪ ની લીડ મળી ચૂકી હતી. વિશાલ ૩ મિનિટ ૪ સેકન્ડ મેટ પર રહ્યો.
પહેલા ટર્નની સમાપ્તિ પર ઓરિસ્સાનો ત્રીજો એક ખેલાડી નાબાદ રહ્યો પણ ગુજરાતને ૨૨-૪ની લીડ મળી ચૂકી હતી. ગુજરાત માટે અનિકેત પોટેએ ૯, સુયશ ગરગટે ૮ અને અભિનંદન પાટીલે ૬ અંક મેળવ્યા. જવાબમાં ઓડીશાએ ગુજરાતની પ્રથમ બેચને ૧ મિનિટ ૨૩ સેકન્ડમાં આઉટ કરી સ્કોર ૧૨-૨૨ કરી દીધો. સુભાશિષ સાત્રાએ સાગર લંગારેને આઉટ કરી સ્કોર ૧૫-૨૨ કર્યો પણ સાગર ગુજરાત માટે બોનસ લેવામાં સફળ રહ્યો.
ગૌતમ એમ.કેએ 2.46 સેકન્ડમાં આ બેચને આઉટ કરી પોટદારને બીજો બોનસ લેવાથી અટકાવ્યો. બેચ નંબર ૩ની પાસે પણ બોનસ લેવાનો અવસર હતો પણ ઓડિશાએ 2.28 મિનિટમાં આ બેચને આઉટ કરીને તેને બે અંક લેવાથી અટકાવી અને સાથે જ ૨૮-૨૪ ની લીડ પણ લઈ લીધી. બીજા દાવના પ્રથમ ટર્નમાં ગુજરાતે ૨ મિનિટ 22 સેકન્ડમાં ઓડિશાની પ્રથમ બેચને આઉટ કરી ૩૨-૨૮ થી લીડ લઈ લીધી. વિનાયકે પોકાર્ડે, રંજન શેટ્ટી અને અનિકેત પોટેએ આ બેચના એક -એક ખેલાડી નો શિકાર કર્યો.
બીજી મેચમાં સમાવેશ દિલીપ કાંધાવીએ જોર લગાવ્યું અને પોતાની ટીમને આ ટર્નનું ત્રીજુ અને મેચનું પચામુ બોનસ અપાવ્યું. દિલીપ કુલ ૩ મિનિટ ૩૨ સેકન્ડ સુધી મેટ પર રહ્યો. દિલીપના આઉટ થવાની સાથે સ્કોર ૩૪-૩૮ થઈ ચૂક્યો હતો. હવે આ ટર્નમાં ૧ મિનિટ ૩૯ સેકન્ડનો સમય બચ્યો હતો. થર્ડ બેચ મેટ પર હતી આ બેચને જલ્દી આઉટ કરી ગુજરાતે ૪૩-૩૪ની લીડ લઈ લીધી.
જવાબમાં ગુજરાતે પ્રથમ બેચની છેલ્લી ટર્નમાં બે વાર બોનસ લેવામાં સફળતા હાસિલ કરી. ૪૩-૪૭ના સ્કોરની સાથે મેચ ખૂબ રોમાંચક થઈ ચૂકી હતી. આ વચ્ચે ઓડિશાએ બીજી બેચને આઉટ કરી ૪૮-૪૭ની લીડ લઈ લીધી. આ બેચ એક મિનિટ ૫૦ સેકન્ડ મેટ પર રહી શકી.
હવે ઓરિસ્સા પાવર પ્લેમાં હતી.ગુજરાતની પાસે બોનસનો કોઈ ચાન્સ નહતો, તેના ડિફેન્ડરોને બચીને રહેવાનું હતું, પણ નિલેશ પાટીલને આઉટ કરીને ઓડીશાએ ૫૦-૪૭ની લીડ લઈ મેચને પોતાને નામ કરી લીધી.
ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડીસ, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સઅને તેલુગુ યોદ્ધાસ એ છ ફ્રેન્ચાઈઝી અલ્ટીમેટ ખોખોમાં ભાગ લઈ રહી છે. ભારતની પ્રથમ ફ્રેન્ચાઇસી આધારિત ખોખો લિંગ ની ફાઈનલ 4 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે.
પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોપ પર
ગુજરાત જાયન્ટ્સ અલ્ટીમેટ ખો -ખોની સીઝન-૧માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને રેડ હોટ ફોર્મમાં આવી ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતે ચારમાંથી ત્રણ મેચ જીતીને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રજન શેટ્ટીની આગેવાનીમાં ગુજરાતે કરેલા શાનદાર પ્રદર્શનથી ટીમ હાલમાં ૧૦ પોઇન્ટ સાથે ટોપ પર છે.
આ સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ રવિવારે ઓડિશા જગરનોટ્સ સામે પ્રથમ વાર હારી હતી, પણ ગુજરાતે પોતાનું ટોપરનું સ્થાન જાળવી રાખ્યું હતું. ગુજરાત જાયન્ટ્સના શાનદાર પ્રદર્શન પાછળ અભિનંદન પાટીલનું મહત્વનું યોગદાન રહ્યું છે.
૨૧ વર્ષનો કોલ્હાપુરનો છોકરો પાટીલ ૨૫ પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં ટોચના ત્રણ ટોપર્સમાં સામેલ છે. ઓડિશા જગ૨ર્નોટ્સ સુભાસીસ સંત્રા (૩૮) અને મુંબઈ ખિલાડીના દુર્વેશ સાલુંકે (૩૦) અલ્ટીમેટ ખો ખો સિઝન-૧માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અન્ય બે ટોપર્સ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે