ગોલ્ડ મેડલિસ્ટ નીરજ બોલ્યો- ઓલિમ્પિકમાં અમારી મહેનત રંગ લાવી, PM નો ફોન આવવો મોટી વાત

ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ 87.53 મીટરનો થ્રો કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

ગોલ્ડ મેડલિસ્ટ નીરજ બોલ્યો- ઓલિમ્પિકમાં અમારી મહેનત રંગ લાવી, PM નો ફોન આવવો મોટી વાત

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં ભારતને 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડાની દેશ વાપસીથી દેશવાસીઓ ખુશ છે. દેશભરમાંથી તેને શુભેચ્છા મળી રહી છે, નીરજે પોતાનો મેડલ દેશને સમર્પિત કર્યો છે. નીરજ ચોપડાએ આજે કહ્યુ કે ઓલિમ્પિક માટે અમારી મહેનત રંગ લાવી, બધાના સહયોગથી અહીં સુધી પહોંચ્યા છીએ. 

નીરજ ચોપડાએ કહ્યુ- હું ભારતીય સેના અને મારા સ્પોન્સર JSW સ્પોર્ટ્સનો આભાર માનુ છું. આ સાથે ફેડરેશનનો ખુબ ખુબ આભાર જેણે કોરોના કાળમાં પણ અમારો કેમ્પ ચાલુ રાખ્યો. કેમ્પના બધા કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર, જેણે અમને કોઈ કમી થવા દીધી નહીં. ઓલિમ્પિક માટે અમારી મહેનત રંગ લાવી, બધાના સહયોગથી અહીં સુધી પહોંચ્યા છીએ. 

— ANI (@ANI) August 10, 2021

ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ 87.53 મીટરનો થ્રો કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ ભારત માટે 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોન કરવાને લઈને નીરજ ચોપડાએ કહ્યુ- આ ખુબ મોટી વાત છે કે જ્યારે તમે મોટી સ્પર્ધામાં રમી રહ્યાં છો અને દેશના પ્રધાનમંત્રી તમને ફોન કરે છે. તેમણે માત્ર મને નહીં પરંતુ બધા ખેલાડીઓ સાથે વાત કરી. પ્રધાનમંત્રીનું ખેલાડીઓને સમર્થન કરવુ ખુબ મોટી વાત છે. 

તેમણે કહ્યું કે, આ વખતે આટલા સારા પ્રદર્શનની પાછળ મોટી વાત છે કે બધા ખેલાડી મેડલ જીતવાના વિચાર સાથે ગયા હતા. રમતમાં માત્ર શારીરિક પ્રદર્શન નથી, પરંતુ માનસિક પ્રદર્શન પણ મહત્વ રાખે છે. હોકી ટીમ પોતાની મેચ હારી પરંતુ તે માનસિક રીતે એટલી મજબૂત હતી કે તેણે આગામી મેચમાં કમબેક કર્યુ હતું. 

ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ તાળી પાડી
ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આજે ઓલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓના સન્માનમાં ઉભા થઈ તાળીઓ પાડી હતી. આ સાથે પ્રધાનમંત્રીએ બધા સાંસદોને ખેલ અને ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યુ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ બધુ એક વર્ષની મહેનતથી થયું નથી, તેની પાછળ વર્ષોની મહેનત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news