ગૌતમ ગંભીરે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ અરૂણ જેટલીના નામ પર રાખવાની કરી અપીલ

ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ બદલીને અરૂણ જેટલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરી દેવામાં આવે. 
 

 ગૌતમ ગંભીરે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ અરૂણ જેટલીના નામ પર રાખવાની કરી અપીલ

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પત્ર લખીને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને અપીલ કરી કે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ દિવંગત અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવે. મહત્વનું છે કે ગંભીરને ભાજપમાં સામેલ કરવાનો શ્રેય પણ પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને આપવામાં આવે છે. જેટલીના નિધન પર ગંભીરે દુખ વ્યક્ત કરતા પિતા સાથે તુલના કરી હતી. તેણે લખ્યું હતું, 'એક પિતા તમને બોલતા શીખવે છે પરંતુ પિતા સમાન વ્યક્તિ શીખવે છે કે કેમ બોલવું છે.પિતા ચાલતા શીખવે છે પરંતુ પિતા સમાન વ્યક્તિ શીખવે છે કેમ ચાલવુ છે. મારા પિતા સમાન અરૂણ જેટલી રહ્યાં નથી. મારો એક ભાગ મારાથી દૂર થઈ ગયો.' ગંભીરે ટ્વીટર પર લખ્યું, 'અરૂણ જેટલી માટે અમારા બધાના મનમાં સન્માન છે. અમે ઈચ્છીએ છીએ કે તે હંમેશા રહે. તેથી હું પ્રિય નેતાના સન્માનમાં યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનું નામ બદલીને અરૂણ જેટલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવાનો પ્રસ્તાવ કરી રહ્યો છું.'

ગૌતમ ગંભીર જ્યારે ભાજપમાં સામેલ થયો હતો તે સમયે પણ જેટલી સ્ટેજ પર હાજર હતા અને તેમણે કહ્યું હતું, 'ગૌતમ ગંભીર એક જાણીતું નામ થે. તે દિલ્હીમાં જન્મયો, ભણ્યો અને દિલ્હીમાં દરેક સ્તર પર તે ક્રિકેટ રમ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે ગંભીર જેવા લોકો દેશની સેવા કરે.' પૂર્વ નાણાપ્રધાનનું નામ ક્રિકેટમાં પણ લાંબા સમય સુધી જોડાયેલું રહ્યું. તેઓ 13 વર્ષ સુધી દિલ્હી ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યાં અને આ દરમિયાન ઘણા યુવા ખેલાડીઓને તક મળી હતી. 

— Gautam Gambhir (@GautamGambhir) August 26, 2019

24 ઓગસ્ટે અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ નિધન થઈ ગયું હતું. પરંતુ થોડા દિવસ પહેલા સુધી તેઓ પાર્ટીમાં અને સરકારમાં સક્રિય હતા પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે આ વખતે તેમણે મંત્રીમંડળમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news