Gautam Gambhir Birthday: ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં આ ખેલાડીનો હતો સિંહફાળો

Gautam Gambhirs 41st Birthday Special: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર 41 વર્ષના થઈ ગયા છે. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા ગંભીરે ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Gautam Gambhir Birthday: ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં આ ખેલાડીનો હતો સિંહફાળો

Happy Birthday Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને હાલના લોકસભા સાંસદ તેમજ કમેન્ટેટર ગૌતમ ગંભીર આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. નામ પ્રમાણે ગુણ ધરાવતા ગંભીરને ટીમ ઈન્ડિયાન વર્લ્ડ કપ જીતાડવામાં તેમના પ્રદાન બદલ ખાસ યાદ કરવામાં આવે છે. વર્ષ 2007 અને 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા ગંભીરે બંનેમાં ફાઈનલ મેચમાં ટીમને જીતાડતી ઈનિંગ રમી. 

વર્ષ 2007ના વર્લ્ડ કપના ફાઈનલમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે ખરાબ શરૂઆત કરી હતી ત્યારે એક બાજુથી ગંભીરે જવાબદારી સંભાળી હતી. એ વખતે ગંભીરે 54 બોલમાં 75 રન બતાવ્યા હતા અને ભારત જીત્યું હતું. તો વર્ષ 2011ના વર્લ્ડ કમ સમયે  પણ ગંભીરે એક બાજુથી જવાબદારી સંભાળી અને 97 રનની મોટી ઈનિંગ રમી અને જીતના શિલ્પી બન્યા.

ગૌતમ ગંભીર એવા એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેમણે સતત પાંચ ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી મારી હતી. આવા ઈન્ટરનેશનલ સ્તર પર માત્ર ચાર જ ખેલાડીઓ છે. સાથે જ તે સતત ચાર ટેસ્ટ સીરિઝમાં 300થી વધુ રન બનાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. આજ સુધી તેમનો આ રેકોર્ડ કોઈએ નથી તોડ્યો.

ગૌતમ ગંભીર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન સંભાળી હતી અને તેની જ કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સને IPLની ટ્રોફી મળી હતી. જો કે, 3 ડિસેમ્બર 2018ના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ગંભીરે સંન્યાસ લઈ લીધો હતો. જે બાદ તેમણે રાજનીતિમાં પોતાની ઈનિંગ શરૂઆત કરી. 2019માં તે પૂર્વ દિલ્લીથી ભાજપની ટિકિટ પર લડ્યા અને ચૂંટણી જીત્યા. હાલ તેઓ સાંસદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news