ભારતના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર વસંત રાયજીનું નિધન, BCCIએ આપી શ્રદ્ધાંજલિ
ભારતના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટર વસંત રાયજી (Vasant Raiji)નું શનિવારે સવારે નિધન થઇ ગયું છે. તે 100 વર્ષના હતા. વસંત રાયજી જમણા હાથના બેટ્સમેન હતા. 1940ના દાયકામાં વસંત રાયજીએ કુલ 9 શ્રેણી મેચ રમી હતી
Trending Photos
મુંબઇ: ભારતના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટર વસંત રાયજી (Vasant Raiji)નું શનિવારે સવારે નિધન થઇ ગયું છે. તે 100 વર્ષના હતા. વસંત રાયજી જમણા હાથના બેટ્સમેન હતા. 1940ના દાયકામાં વસંત રાયજીએ કુલ 9 શ્રેણી મેચ રમી હતી અને કુલ 227 રન બનાવ્યા હતા. વસંત રાયજીએ મુંબઇ માટે રણજી ટ્રોફીમાં બરોડા વિરૂદ્ધ ઇનિંગ શરૂ કરી હતી. તે 1941ની બોમ્બે પેંટેંગુલરની હિંદુજ ટીમમાં રિઝર્વ ખેલાડી હતા.
BCCI mourns the sad demise of Vasant Raiji. The former first-class cricketer and historian, who turned 100 this year in January, passed away in his sleep.https://t.co/0ywSprK93o pic.twitter.com/Z44gmP76X7
— BCCI (@BCCI) June 13, 2020
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વસંત રાયજીએ લેખન કર્યું હતું. જોકે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. વર્ષ 2016માં બીજે ગુરૂદાચારના નિધન બાદ વસંત રાયજી દેશના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણીના ક્રિકેટર બન્યા હતા. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ વસંત રાયજીએ પોતાનો 100મો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં સચિન તેંડુલકર અને સ્ટીવ વો (Steve Waugh) સામેલ થયા છે.
Wishing you a very special 1⃣0⃣0⃣th birthday, Shri Vasant Raiji.
Steve & I had a wonderful time listening to some amazing cricket 🏏 stories about the past.
Thank you for passing on a treasure trove of memories about our beloved sport. pic.twitter.com/4zdoAcf8S3
— Sachin Tendulkar (@sachin_rt) January 26, 2020
7 માર્ચના રોજ જોન મૈનર્સના નિધન બાદ વસંત રાયજી દુનિયાના સૌથી વયોવૃદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટર બન્યા હતા. તેના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ પણ ટ્વિટ કરી વસંત રાયજીને શ્રદ્ધાંજલિ આપી છે.
I met Shri Vasant Raiji earlier this year to celebrate his 100th birthday. His warmth and passion for playing and watching Cricket was endearing.
His passing away saddens my heart. My condolences to his family & friends. pic.twitter.com/fi8dOP7EnI
— Sachin Tendulkar (@sachin_rt) June 13, 2020
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે