અંબાતી રાયડૂએ નિવૃતી બાદ કર્યો મેદાન પર પરત ફરવાનો નિર્ણય, ટીમમાં મળ્યું સ્થાન!

રાયડૂ ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. 19 ઓગસ્ટથી ચેન્નઈમાં શરૂ થઈ રહેલી TNCAની વનડે ટૂર્નામેન્ટ પાર્થસાર્થી ટ્રોફીમાં રમતો જોવા મળશે.

 અંબાતી રાયડૂએ નિવૃતી બાદ કર્યો મેદાન પર પરત ફરવાનો નિર્ણય, ટીમમાં મળ્યું સ્થાન!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડૂ થોડા મહિના પહેલા વિશ્વકપની ટીમમાં સામેલ ન કર્યા બાદ નિવૃતી લેવાને કારણે વિવાદોમાં હતો. હવે રાયડૂનું નામ ફરી ચર્ચામાં છે. આ વખતે કોઈ વિવાદ નહીં પરંતુ સંન્યાસ બાદ મેદાન પર વાપસી કરવાને લઈને છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, રાયડૂ ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. 19 ઓગસ્ટથી ચેન્નઈમાં શરૂ થઈ રહેલી TNCAની વનડે ટૂર્નામેન્ટ પાર્થસાર્થી ટ્રોફીમાં રમતો જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ પ્રથમવાર રાયડૂ કોઈ ટૂર્નામેન્ટમાં રમવા ઉતરશે. 

નિવૃતી પાછળ શું હતો વિવાદ
ઈંગ્લેન્ડમાં રમાયેલા આઇસીસી વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં રાયડૂને સ્થાન ન મળ્યું હતું. ચોથા નંબરની દાવેદારી રાખનાર રાયડૂના સ્થાને ઓલરાઉન્ડર વિજય શંકરને પસંદગીકારોએ મહત્વ આપ્યું હતું. મુખ્ય પસંદગીકારે વિજયને થ્રી ડાયમેન્શન ખેલાડી ગણાવ્યો અને તેના પર રાયડૂએ કટાક્ષ કરતું ટ્વીટ કર્યું હતું. જ્યારે વિશ્વ કપ દરમિયાન શંકર ઈજાગ્રસ્ત થયો તો તેના સ્થાને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી હતી. ટીમમાં જગ્યા ન મળવાને કારણે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 

ટી20 લીગમાં રમતો રહેશે રાયડૂ
નિવૃતી લીધા બાદ સમાચાર આવ્યા હતા કે ગ્લોબલ ટી20 લીગમાં રાયડૂ રમી શકે છે. યુવરાજ સિંહ નિવૃતી બાદ ટી20 લીગ તરફ આગળ વધ્યો છે. આમ તો સીઓએએ હાલમાં સ્પષ્ટ કર્યું કે યુવરાજને વિશેષ કરીને વિદેશી લીગમાં રમવાની મંજૂરી મળી છે. બાકી ભારતીય ખેલાડીઓને તેની મંજૂરી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news