ક્રિકેટની રમતમાં ફિક્સિંગનો ખેલ, જાણો એ 13 મેચ વિશે જેમાં ફિક્સિંગના આરોપ લાગ્યા

ભારતમાં હાલ સૌથી લોકપ્રિય રમત હોય તો તે છે ક્રિકેટ. ક્રિકેટ મેચ રમવા કે પછી જોવા માટે લોકોમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ હવે ક્રિકેટ માત્ર રમત પૂરતું નથી રહ્યું. પરંતુ ક્રિકેટ હવે સટ્ટાનો અડ્ડો બની રહ્યો છે. ત્યારે 13 એવા મેચ છે જેમાં ફિક્સિંગની ગંધ આવી રહી છે.

ક્રિકેટની રમતમાં ફિક્સિંગનો ખેલ, જાણો એ 13 મેચ વિશે જેમાં ફિક્સિંગના આરોપ લાગ્યા

ઝી ન્યૂઝ/નવી દિલ્હી:ક્રિકેટમાં ફિક્સિંગ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક રિપોર્ટમાં એ વાતની પુષ્ટ કરવામાં આવી છે કે ક્રિકેટમાં ફિક્સિંગ સતત વધી રહ્યું છે. સ્પોર્ટરડાર ઈંટીગ્રિટી સર્વિસનો હાલમાં જ પ્રકાશીત થયેલ સમીક્ષા રીપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. જેમાં વર્ષ 2022ની 13 ક્રિકેટ મેચમાં ફિક્સિંગની ગંધ આવી રહી છે..

સટ્ટો, ભ્રષ્ટાચાર, ફિક્સિંગનો 28 પાનાનો રિપોર્ટ
રિપોર્ટમાં થયેલા ખુલાસ મુજબ વર્ષ 2022માં 92 દેશમાં 12 ટૂર્નામેન્ટમાં 1,212 મેચ રમાઈ હતી જે શંકાના ઘેરામાં છે. સ્પોર્ટરડાર ઈંટીગ્રિટી સર્વિસના નિષ્ણાતોની એક આંતરરાષ્ટ્રીય ટીમ છે. જે રમત ગમતમાં થતી સટ્ટાબાજી, મેચ ફિક્સિંગ સહિતના ભ્રષ્ટાચાર પર વોચ રાખે છે. મેચમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિને પકડવા માટે કંપની યુનિવર્સલ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

ફુટબોલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર
રિપોર્ટ મુજબ સૌથી વધુ ફુટબોલની મેચમાં ભ્રષ્ટાચાર થાય છે. ગત વર્ષે ફૂટબોલ કુલ 775 મેચ  એવી રમાઈ હતી જેમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજા નંબર પર બાસ્કેટબોલની 220 મેચમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો લૉન ટેનિસની 75 મેચો પર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારમાં ક્રિકેટ છઠ્ઠા નંબર પર આવે છે. જેમાં માત્ર 13 મેચમાં જ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે.

ભારતમાં ક્રિકેટમાં નથી થઈ ફિક્સિંગ
ક્રિકેટની 13 મેચ શંકાના ઘેરામાં છે. જો કે આ રિપોર્ટ મુજબ ભારતમાં રમાયેલી એક પણ મેચ પર ફિક્સિંગની શંકા વ્યક્ત કરવામાં નથી આવી. IPLની મેચો દરમિયાન સટ્ટાબાજી અને ગેરરીતિઓ શોધવા માટે સ્પોર્ટરડારે 2020માં BCCIના ભ્રષ્ટાચાર વિરોધી એકમ સાથે ભાગીદારી કરી હતી. રિપોર્ટ મુજબ કેટલીક એવી રમતો છે જેમાં ફિક્સિંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે હેન્ડબોલ અને ફુટસલમાં અત્યાર સુધીની સૌથી વધુ શંકાસ્પદ મેચો નોંધાઈ છે.

મહિલા ટી20 વર્લ્ડ કપમાં શું થયું હતું?
વારંવાર ક્રિકેટ મેચો પર ફિક્સિંગના સવાલ ઉઠતા રહ્યા છે. ત્યારે વર્ષ 2023 મહિલા ટી20 વર્લ્ડ કપમાં પણ ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં  બાંગ્લાદેશની બે મહિલા ક્રિકેટરોની વાતચીત સામે આવી હતી. જેમાં એકનું નામ લતા મંડલ હોવાનું કહેવાય છે. જે બાંગ્લાદેશી ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. તો બીજી મહિલા ક્રિકેટર શોહેલી અખ્તરની T20 વર્લ્ડ કપમાં પસંદગી પામી હતી. જો કે બીસીબીએ આ સમગ્ર ઘટના અંગે આઈસીસીને પણ જાણ કરી હતી.

2013ની ઘટનાથી લીધી શીખ
આઈપીએલ 2013માં સામે આવેલ કથિત સ્પોર્ટ ફિક્સિંગની ઘટનાથી BCCIએ કડક પગલા ભર્યા છે. એક રિપોર્ટ મુજબ આઈપીએલ 2023 માટે BCCIએ ખેલાડીઓને અજાણા વ્યક્તિને ના મળવું અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે. 31 માર્ચથી ઈન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનની શરૂઆત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news