વિશ્વ કપ પહેલા ફિન્ચે વિરોધી ટીમોને આપી ચેતવણી
ઓસ્ટ્રેલિયાની ટીમને થોડા સમય પહેલા વિશ્વકપમાં ટાઇટલ રેસની બહાર માનવામાં આવી રહી હતી પરંતુ પહેલા ભારત અને પછી પાકિસ્તાનને વનડે સિરીઝમાં હરાવ્યા બાદ 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે જણાવી દીધું કે તેને નકારી શકાય નહીં.
Trending Photos
દુબઈઃ કેપ્ટન એરોન ફિન્ચે ચેતવણી આપી કે ઓસ્ટ્રેલિયા ભારતમાં વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાનને ક્લીન સ્વીપ કરીને આગામી મહિને શરૂ થનારા વિશ્વકપમાં ટાઇટલની રક્ષા માટે પોતાના અભિયાનની શરૂઆત વધેલા મનોબળ સાથે કરશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પૂર્વે 15 મહિનામાં 18માંથી માત્ર 3 મેચમાં વિજય મેળવી શકી હતી પરંતુ ફિન્ચની આગેવાનીમાં 2015ની વિશ્વ ચેમ્પિયન ટીમે ભારત વિરુદ્ધ 0-2થી પાછળ રહ્યાં બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી મજબૂત ટીમને 3-2થી હરાવી જે 2009 બાદ ટીમની ભારતમાં પ્રથમ સિરીઝ જીત હતી.
ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ યૂએઈમાં પાકિસ્તાનને 5-0થી ક્લીન સ્વીપ કરી. પાકિસ્તાન ટીમે આ સિરીઝમાં નિયમિત કેપ્ટન સરફરાઝ અહમદ સહિત છ મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો.
બે સદી અને બે અડધી સદીની મદદથી 451 રન બનાવનાર મેન ઓફ ધ સિરીઝ બનેલા ફિન્ચે કહ્યું, હવે અમે વિશ્વકપમાં ઘણા આત્મવિશ્વાસ સાથે જશું જ્યારે કેટલાક લોકોએ અમને નકારી દીધા હતા. તેમણે કહ્યું, અહીં આવતા અમારૂ ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રીત હતું અને આ વિશ્વકપ પહેલા અમારી પાસે છેલ્લી તક હતી તેથી અમે ટૂર્નામેન્ટમાં લયની સાથે જવા ઈચ્છતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે