FIFA વર્લ્ડ કપઃ સલેમે કર્યો ઇંજરી ટાઇમમાં ગોલ, સાઉદી અરબે મિસ્ત્રને 2-1થી હરાવ્યું

ગ્રુપ-એમાંથી રશિયા અને ઉરુગ્વે બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે જ્યારે મિસ્ત્ર અને સાઉદી અરબ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. 

 FIFA વર્લ્ડ કપઃ સલેમે કર્યો ઇંજરી ટાઇમમાં ગોલ, સાઉદી અરબે મિસ્ત્રને 2-1થી હરાવ્યું

વોલ્ગોગ્રાડ (રશિયા): સાઉદી અરબે રૂસમાં જારી ફીફા વિશ્વકપમાં સોમવારે ગ્રુપ-એના પોતાના અંતિમ મેચમાં મિસ્ત્રને 2-1થી હરાવીને જીતની સાથે પોતાના વિશ્વકપ અભિયાનનું સમાપન કર્યું. સાઉદી અરબની ટૂર્નામેન્ટની 21મી સીઝનમાં આ પ્રથમ જીત છે. વોલ્ગોગ્રાડ એરેનામાં રમાયેલી મેચમાં સાઉદી અરબે આશા કરતા સારી શરૂઆત કરી અને આઠમી મિનિટમાં કોર્નર મેળવ્યું. પરંતુ મિસ્ત્રના ડિફેન્સે સાઉદી અરબને લીડ ન મેળવવા દીધી. શરૂઆતી ઝટકા બાદ મિસ્ત્રએ પોતાની રમતમાં સુધાર કર્યો હતો. 

મિસ્ત્રના શાનદાર ડિફેન્સને કારણે સાઉદી અરબના ખેલાડીઓએ લાંબા અંતરથી ગોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. મેચની 22મી મિનિટમાં અબદલ્લાહ અલ સાઇદે હાફ લાઇનની પાસે મિસ્ત્રના સ્ટાર ફોરવર્ડ મોહમ્મદ સલાહને પાસ આપ્યો, જેણે બોલ પર નિયંત્રણ મેળવીને ગોલકીપરની ઉપરથી ગોલ કરીને પોતાની ટીમને 1-0ની લીડ અપાવી. છેલ્લા કેટલાક સમયથી ઈજાનો સામનો કરી રહેલા સલાહનો વિશ્વકપમાં બીજો ગોલ હતો. 

પ્રથમ ગોલ કર્યાની બે મિનિટ બાદ સલાહને મિસ્ત્રની લીડ બે ગણી કરવાનો અવસર મળ્યો. સલાહે ફરી ગોલકીપરની ઉતરથી ગોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો. સાઉદી અરબને 41મી મિનિટે પેનલ્ટીની મદદથી ગોલ કરવાનો મોકો મળ્યો પરંતુ મિસ્ત્રના ગોલકીપરે શાનદાર બચાવ કર્યો. 

પ્રથમ હાફના ઇંજરી ટાઇમ (51મી મિનિટ)માં સલમાન અલ-ફરાજે પેનલ્ટીને ગોલમાં ફેરવીને પોતાની ટીમને બરોબરી પર લાવી દીધી. બરાબરી કર્યા બાદ સાઉદી અરબે બીજા હાફમાં શાનદાર ગેમ રમી. 

મેચની અંતિમ 10 મિનિટોમાં બંન્ને ટીમોએ ગોલ કરવાના પ્રયત્નો કર્યો અને અંતમાં સફળતા સાઉદી અરબને મળી. ઇંજરી ટાઇમ (95મી મિનિટ)માં અબદુલ્લા ઓતાયેફે બોક્સમાં શાનદાર ક્રોસ આપ્યો, જેના પર હેડર લગાવતા સલેમ અલ-દવસારીએ પોતાની ટીમ માટે વિજયી ગોલ કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news