T-20 બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન શોન માર્શનું સ્થાન લેશે આ પાકિસ્તાની પ્લેયર

ઇંગ્લિશ કાઉન્ટી 20-20 ક્રિકેટ લીગ ટી-20 બ્લાસ્ટ માટે હવે ગ્લેમોર્ગને ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી શોન માર્શની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીને તક આપવામાં આવી છે. ગ્લેમોર્ગને પાકિસ્તાનના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ફખર જમાંની સાથે કરાર કર્યો છે. તે ઓસ્ટ્રેલિયાના શોન માર્શની જગ્યાએ ટૂર્નામેન્ટના પ્રથમ હાફમાં રમશે. 29 વર્ષીય બેટ્સમેન ઇંગ્લિશની ટી-2- ટીમ માટે 8 મેચ રમશે. 
T-20 બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન શોન માર્શનું સ્થાન લેશે આ પાકિસ્તાની પ્લેયર

નવી દિલ્હી: ઇંગ્લિશ કાઉન્ટી 20-20 ક્રિકેટ લીગ ટી-20 બ્લાસ્ટ માટે હવે ગ્લેમોર્ગને ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી શોન માર્શની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીને તક આપવામાં આવી છે. ગ્લેમોર્ગને પાકિસ્તાનના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ફખર જમાંની સાથે કરાર કર્યો છે. તે ઓસ્ટ્રેલિયાના શોન માર્શની જગ્યાએ ટૂર્નામેન્ટના પ્રથમ હાફમાં રમશે. 29 વર્ષીય બેટ્સમેન ઇંગ્લિશની ટી-2- ટીમ માટે 8 મેચ રમશે. 

ગ્લેમોર્ગન ક્રિકેટના નિર્દેશક માર્ક વોલેસે કહ્યું કે ''ટૂર્નામેન્ટની શરૂઆતમાં શોન માર્શને ગુમાવવો ખૂબ દુખદ છે, પરંતુ ફકરન્નું ટીમ સાથે જોડાવવું ક્લબ માટે સારા સમાચાર છે. તે એક શાનદાર ક્રિકેટ ખેલાડી છે અને દુનિયાના વિસ્ફોટકો બેટ્સમેનો માંથી એક છે. તેમણે મોટા મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.'' 

આ અવસર પર ફકરે કહ્યું ''હું ગ્લેમોર્ગન સાથે જોડાઇને રોમાંચિત છું અને કાર્ડિફમાં રમવા માટે ઉત્સાહિત છું.મારી અહીં 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ સાથે જોડાયેલી કેટલીક સારી યાદો છો અને નવી યાદો બનાવવાનો પ્રયત્ન કરીશ. ફખરે અત્યાર સુધી 89 ટી-20 સીરીઝ રમી છે જેમાં 30 આંતરરાષ્ટ્રીય મેચ છે. તેમણે આ ફોર્મેટમાં 28ની સરેરાશ સાથે 2300 રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news