IPL 2022: જીત બાદ પણ ગુજરાત ટાઈટન્સના આ ખેલાડી પર ભડક્યા ફેન્સ, કહ્યું- આને એક્સ્ટ્રામાંથી પણ બહાર કાઢો
ગુજરાતની ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર ટીમની જીત થયા પછી પણ સતત ટ્રોલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શંકરનું પ્રદર્શન બોલ અને બેટ બન્નેમાં ખુબ જ ખરાબ રહ્યું છે અને હવે તે ફેન્સના નિશાને પર આવી ગયા છે.
Trending Photos
Gujarat Titans, Hardik Pandya: IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 37 રનથી કારમી હાર આપી હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 52 બોલમાં અણનમ 87 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 4 વિકેટ પર 192 રન બનાવ્યા હતા. તેના જવાબમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. ગુજરાતની શાનદાર જીત બાદ પણ તેમની ટીમનો એક ખેલાડી સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે.
ગુજરાતનો આ ખેલાડી થઈ રહ્યો છે ટ્રોલ
ગુજરાતની ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર ટીમની જીત થયા પછી પણ સતત ટ્રોલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શંકરનું પ્રદર્શન બોલ અને બેટ બન્નેમાં ખુબ જ ખરાબ રહ્યું છે અને હવે તે ફેન્સના નિશાને પર આવી ગયા છે. રાજસ્થાન વિરુદ્ધ વિજય શંકર 3 નંબર પર બેટિંગ કરવા ઉતર્યા અને કુલદીપ સેનના બોલ પર માત્ર 2 રન બનાવીને પેવેલિયન પાછા ફર્યા. જ્યારે બોલમાં પણ શંકર કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો.
ફેન્સે સંભળાવી ખરીખોટી
ગુજરાત ટાઈટન્સે વિજય શંકરને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં સમાવ્યો હતો અને તેની જગ્યાએ યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને બહાર કર્યો હતો. એવામાં ફેન્સને આશા હતી કે શંકર આ વખતે સારું પ્રદર્શન કરશે. પરંતુ એકવાર ફરી તે બેટથી ફ્લોપ રહ્યો અને ફેન્સે સોશિયલ મીડિયા પર બરાબરનો ઉધડો લઈને ભડાસ કાઢી હતી. એક યૂઝરે તો એટલે સુધી લખી નાંખ્યું કે વિજય શંકરને પ્લેઈંગ 11 તો શું એક્સ્ટ્રામાં પણ રાખવાની જરૂર નથી.
ગુજરાતની શાનદાર જીત
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 37 રનથી કારમી હાર આપીને ટૂર્નામેન્ટમાં ચોથી જીત હાંસિલ કરી છે. ગુજરાત તેની સાથે જ પોઈન્ટ ટેબલમાં સૌથી ટોપ પર પહોંચી ગયું છે. આ મેચમાં ગુજરાતના બોલર્સ અને બેટ્સમેનોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. ગુજરાતના બોલરોએ આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું. ગુજરાત તરફથી યશ દયાલ અને લોકી ફર્ગુસનને 3-3 વિકેટ લીધી. તેના સિવાય હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. ગુજરાતના બોલરો સામે રાજસ્થાનના એક પણ બેટર ચાલ્યા નહોતા અને તે સતત પોતાની વિકેટ ગુમાવતા રહ્યા હતા.
બટલરની મહેનત પાણીમાં ગઈ
આ મેચમાં જોસ બટલરની મહેનત એકદ બેકાર ગઈ હતી. બટલરે રાજસ્થાનની ટીમને સારી શરૂઆત અપાવી હતી. બટલરે 24 બોલમાં 54 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તે દરમિયાન તેણે ઈનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે