WC: 9,969 દિવસ બાદ ફાઇનલમાં એન્ટ્રી, ચેમ્પિયન બનવાની તક ગુમાવવા ઈચ્છશે નહીં ઈંગ્લેન્ડની ટીમ

આઈસીસી વિશ્વ કપ-2019નો ફાઇનલ મુકાબલો આજે લોર્ડ્સમાં રમાવાનો છે. 1992 વિશ્વ કપ બાદ ઈંગ્લેન્ડ બીજીવાર ફાઇનલમાં છે. તેવામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લિશ ખેલાડી મજબૂતી સાથે ઉતરશે. 
 

 WC: 9,969 દિવસ બાદ ફાઇનલમાં એન્ટ્રી, ચેમ્પિયન બનવાની તક ગુમાવવા ઈચ્છશે નહીં ઈંગ્લેન્ડની ટીમ

લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019નો ફાઇનલ મુકાબલો રવિવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાશે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ 1992મા વિશ્વ કપ ફાઇનલ રમી હતી. આ મુકાબલામાં તેણે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેલબોર્નમાં 25 માર્ચ 1992ના રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 22 રનથી જીત મેળવી હતી. 

ક્રિકેટનું જન્મદાતા કહેવાતું ઈંગ્લેન્ડ 327 મહિનાસ 1424 સપ્તાહ, 9969 દિવસ, 239,256 કલાક, 14,355,360 મિનિટ અને 861,321,600 સેકન્ડ બાદ 11 જુલાઈએ બીજીવાર વિશ્વ કપ ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ વખતે તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. ક્રિકેટને ઓળખ આપનાર આ દેશ ક્યારેય વિશ્વ ચેમ્પિયન બની શક્યો નથી. તેવામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ પ્લેયર મજબૂતી સાથે ઉતરશે. 

આક્રમકતા ઈંગ્લેન્ડની ઓળખ
પ્રથમવાર ચેમ્પિયન બનવાથી એક ડગલૂં દૂર ઉભેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન ઇયોન મોર્ગનનું માનવું છે કે, આક્રમકતા આ ટીમની ખાસ વિશેષતા છે અને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ફાઇનલમાં પણ તેને જાળવી રાખશે. મોર્ગને કહ્યું, મને લાગે છે કે આ અમને વધુ સકારાત્મક અને આક્રમક બનાવવામાં મદદ કરે છે. તે અમને સ્માર્ટ બનાવે છે કે અમારે કેમ રમવાનું છે. 

વિશ્વ કપ છે, ગમે તે થઈ શકે છે
ઘરમાં ફાઇનલ રમવા વિશે પૂછવા પર તેણે કહ્યું, 'મને લાગે છે કે આ આરામદાયક છે અને ઘરમાં હોવું શાનદાર છે. હું ફાઇનલને લઈને ઉત્સાહિત છું. અમે તેનો આનંદ લેવા માગીએ છીએ. આ વિશ્વ કપ ફાઇનલ છે અને તેમાં ગમે તે થઈ શકે છે. કેપ્ટને કહ્યું, આ ડ્રેસિંગ રૂમમાં હોવું મારા માટે અને દરેક કોઈ માટે એક મોટી વાત છે. આ ચાર વર્ષની મહેનત, સમર્પણ, ઘણી બધી યોજનાઓનું પરિણામ છે.'

લોર્ડ્સમાં લો સ્કોરિંગ મેચની આશા
મોર્ગને ન્યૂઝીલેન્ડની પણ પ્રશંસા કરી હતી, જેણે ઘણી મેચોમાં 300થી નીચેના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. તેણે કહ્યું, 'મને લાગે છે કે ન્યૂઝીલેન્ડે શાનદાર કામ કર્યું છે. લોર્ડ્સ હાઇ સ્કોરિંગવાળુ મેદાન નથી. તેથી હું કહેવા ઈચ્છીશ ફાઇનલમાં પણ હાઈ સ્કોરિંગ મેચ થશે નહીં. આ લડવાનો મુકાબલો હશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news