ઋષિકેશના પ્રખ્યાત લક્ષ્મણ ઝૂલા અંગે આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો 

ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો શનિવારે મોડી રાથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હવે આ જૂના પુલ પર ફક્ત પગપાળા જઈ શકાશે.

ઋષિકેશના પ્રખ્યાત લક્ષ્મણ ઝૂલા અંગે આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો 

દહેરાદૂન: ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો શનિવારે મોડી રાથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હવે આ જૂના પુલ પર ફક્ત પગપાળા જઈ શકાશે. શાસને આ પુલ પર વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય શનિવારે મોડી રાતે લીધો. જો કે લક્ષ્મણ ઝૂલા બંધ કરવાના નિર્ણયનો ઋષિકેશના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધના પગલે હવે દ્વિચક્કી વાહનો માટે પુલને બંધ કરાયો છે. આ પુલ ઋષિકેશને સ્વર્ગાશ્રમ સાથે જોડે છે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે શનિવારે કહ્યું કે પવિત્ર શહેર ઋષિકેશના ગંગા નદી પર આવેલા પ્રતિષ્ઠિત લક્ષ્મણ ઝૂલા પુલ પાસે એક નવા પુલનું નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારે શુક્રવારે વર્ષ 1920માં બનેલા પ્રતિષ્ઠિત લક્ષ્મણ ઝૂલા પુલને સુરક્ષા કારણોસર બંધ કરવાનો નિર્ણય લીધો. 

જુઓ LIVE TV

જો કે  પગપાળા મુસાફરો હજુ પણ આ પુલનો ઉપયોગ કરી રહ્યાં છે. કારણ કે સ્થાનિક રહીશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. રાવતે કહ્યું કે કાવડ મેળા દરમિયાન ભારે ભીડને જોતા, પુલને ખુલ્લો રાખવો યોગ્ય નહતું. કારણ કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મુખ્યમંત્રીએ યમકેશ્વરના ધારાસભ્ય રિતુ ખંડૂરીને કહ્યું કે આ જ કારણ છે કે પુલને દ્વિચક્કી વાહનો માટે બંધ કરાયો છે અને અધિકારીઓને જેમ બને તેમ જલદી વૈકલ્પિક વ્યવસ્થા કરવાના નિર્દેશ અપાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news