ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ ડરાવ્યા, ટીમ ઇન્ડિયાને રહેવું પડશે સાવધાન
ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. તે પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે તેમના ઘરે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. તે પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે તેમના ઘરે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ સીરીઝની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ઓપનિંગ બેસ્ટમેન ડેવોન કોનવે (Devon Conway) બેવડી સદી ફટકારી છે.
કોનવેએ ફટકારી બેવડી સદી
ન્યુઝીલેન્ડ માટે ઇંગ્લેન્ડની સામે પહેલી મેચમાં ડેબ્યૂ કરનાર ડેવોન કોનવેએ (Devon Conway) શાનદાર બેવડી સદી ફટકારી છે. ટેસ્ટના બીજા દિવસે કોનવેએ 347 બોલની પોતાની ઇનિંગમાં 22 ફોર અને એક સિક્સ ફટકારી છે. તેણે સિક્સ ફટકારી બેવડી સદી પૂરી કરી. કોનવે 200 રન બનાવી આઉટ થયો.
ડેવોન કોનવેની (Devon Conway) શાનદાર ઇનિંગ્સની મદદથી ન્યુઝીલેન્ડે 378 રન બનાવ્યા. તે જ સમયે, પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડનો સ્કોર બે વિકેટે 25 રન છે. આ મેચ ઔતિહાસિક ગ્રાઉન્ડ લોર્ડ્સ (Lords) ખાતે રમાઈ રહી છે.
ડેવોન કોનવે તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ
આ ટેસ્ટના પહેલા દિવસે કોનવેએ (Devon Conway) સદી ફટકારી હતી. કોનવે લોર્ડ્સમાં (Lords) તેની ડેબ્યૂ પર સદી ફટકારનાર એકંદરે છઠ્ઠા બેટ્સમેન છે. આ સદીની મદદથી તેણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો (Sourav Ganguly) 25 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, 1996 માં, જ્યારે દાદાએ આ જ મેદાન પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેમણે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે ઇનિંગની સાથે તે ડેબ્યૂ મેચમાં લોર્ડસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનારા બેટ્સમેન બન્યા હતા. પરંતુ કોનવેએ પહેલા જ દિવસે અણનમ 136 રનની ઇનિંગ રમી, તે રેકોર્ડ હવે તેના નામે થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 જૂને સાઉધમ્પ્ટનમાં રમાશે. જે બાદ ભારતીય ટીમ 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે નોટિંગહામમાં શ્રેણીની શરૂઆત કરશે. બીજી ટેસ્ટ 12 થી 16 ઓગસ્ટ સુધી લોર્ડ્સમાં, ત્રીજી 25 થી 29 ઓગસ્ટની લીડ્સમાં, ચોથી 2 થી 6 સપ્ટેમ્બરની ઓવલમાં અને પાંચમી મેચ 10 થી 14 સપ્ટેમ્બર સુધી માન્ચેસ્ટરમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે